હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં ગત રવિવારે રાત્રિના સમયે ઘરના ફળીયામાં સુતેલા યુવાનને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માથાના ભાગે બોથળ પદાર્થના ઘા જીકી હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવતા આ બનાવમાં પોલીસની તપાસમાં હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મૃતકનો પાડોશી જ હોવાનું સામે આવ્યું છે અને આ હત્યા પ્રેમ સંબંધનું મનદુઃખ રાખી કરાઈ હોવાનું પણ ખુલવા પામ્યું છે.
હાલ પોલીસે પાડોસી યુવાનની અટકાયત કરીનેવધુ તપાસ હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝિંઝુવાડીયા ઉંમર વર્ષ 33 ગતરાત્રિના તેના ફળીયામાં સુતો હોય તે વેળાએ તેઓની સામે જ ઘર જમાઈ તરીકે રહેતા ભરતભાઈ બાબુભાઈ દેવીપુજક નામના શખ્સે પાઈપથી સુખદેવને માથાના ભાગે ફટકો ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. વધુમાં એ પણ સામે આવ્યું છે કે હત્યા નીપજાવનાર ભરતભાઈની પત્ની સાથે મૃતક સુખદેવને આડા સંબંધ હોય જેનું મનદુઃખ રાખી રવિવારે રાત્રિના સમયે સુખદેવ જ્યારે ફ્ળીયામાં સૂતો હતો ત્યારે ભરતે માથાના ભાગે ઇજાઓ પહોંચાડે હત્યા નીપજાવી હતી. હાલ આ બનાવમાં મૃતકના પિતા કાળુભાઈ ધીરાભાઈ ઝિંઝુવાડિયાની ફરિયાદના આધારે પોલીસે મૂળ મુળી તાલુકાના લીયા ગામના અને હાલ મૃતકના ઘર સામે જ ઘર જમાઈ તરીકે રહેતા ભરતભાઈ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.