હળવદ પાસેથી કેમીકલ ચોરી મામલે પોલીસ ફરીયાદ બાદ બે યુવકોની પણ ધરપકડ કરાઇ હતી હળવદ હાઇવે ઉોર કેમીકલ ટેન્કરોમાંથી ચોરી કરતા અમદાવાદના શખ્સ ઝડપાયા હતા.
ત્યાર બાદ હળવદ પોલીસે સ્થાનીક બે યુવકોની પણ આ મામલે ધરપકડ કરી હતી.પરંતુ આ ઘટના બાદ કાઇક નવો જ વળાંક આવતા ખળભળાટ મચી ગયેલ છે.આ કેમીકલ ચોરી ચલાવવા માટે સ્થાનીક ધારાસભ્ય અને સાંસદના નજીકના યુવા નેતાને કેમીકલ ચોરીના મુખ્ય આરોપી હરેશભાઇ ગોલતરે સમયસર રૂપીયા પહોચાડતા હતા.આ રૂપીયા ઓનલાઇન જમા કરાવ્યા હોવાના પુરાવા સાથે કેમીકલચોરીના મુખ્ય આરોપીએ હળવદ પોલીસને ભાજપી યુવક સામે કાર્યવાહી કરવા લેખીત રજૂઆત કરી છે.પરંતુ તમામ પુરાવા હોવા છતાય હળવદ પોલીસ કોઇ કાર્યવાહી કરતુ નથી સાથે મોરબી એસ.પી.રાહુલ ત્રિપાઠીનું આટલી ગંભીર બાબત છતાય સુચક મૌન દેખાઇ રહયુ છે.ગુનેગાર ગમે તે હોય સજા તો મળવી જ જોઇએ એટલે હળવદ પોલીસની ઢીલી કામગીરી જોતા મેહુલભાઇ ભરવાડ અને બળદેવભાઇ સહિતની ટીમે આ કેસની તપાસ મોરબી એલ.સી.બી.પી.આઇ.પંડયોને તાત્કાલીક સોપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.હવે ભાજપના મોટા નેતાઓના નજીકના ભાજપી યુવાને આરોપીઓ પાસેથી અનેક વખત ઓનલાઇન રૂપીયા લીધા હોવાના પુરાવા છે ત્યારે મોરબી એસ.પી.દ્વારા એલ.સી.બી.પી.આઇ.ને તપાસ સોંપાય છે કે નહી એની સામે સૌની નજર મંડાયેલી છે.
મોટા માથાની સંડોવણી ખૂલી શકે છે
ભાજપી યુવા આગેવાને આરોપીઓ પાસેથી નેતાઓ કેમીકલ ચોરીમાં દખલગીરી નહી કરે એ માટે આરોપી પાસેથી અવાર નવાર ગુગલપેથી ઓનલાઇન રૂપીયા લીધા હોવાથી પોલીસ એની સામે કાર્યવાહી કરે અને પુછપછ કરે તો મોટા માથાઓના પણ નામ ખુલી શકે છે.