હળવદ માળીયા હાઇવે ઉપર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હળવદ અને મોરબી સહિતની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
હળવદ હાઇવે પર આણંદથી મુન્દ્રા જતી એસટી બસ બુધવારે રાત્રિના સુમારે પ્રતાપગઢ ગામના પાટિયા નજીક બંધ પડેલા ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત થતાં 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ માટે હળવદ, મોરબી અને સુરેન્દ્રનગર ખાતે ખસેડાયા હતા. અકસ્માતના બનાવમાં એસટી બસમાં મુસાફરી કરી રહેલાં દક્ષાબેન મનીષભાઈ ઉંમર-30-2હે અંજાર અશોકભાઈ નારણભાઈ પટેલ ઉંમર-49-અંજાર, કોકિલાબેન રાજુભાઈ ઉંમર-50-2હે,અંજાર, ભરતકુમાર શનાભાઈ પટેલ ઉંમર-49-રહે. નડિયાદ, તુલસીભાઈ પરબતભાઇ પટેલ ઉંમર-27,રહે,ગાંધીધામ, સંજય મનસુખભાઇ ડાભી ઉંમર-28-2હે, અંજાર, માનસિંગ પુનાભાઈ પરમાર ઉંમર-63,રહે દાહોદ, લક્ષ્મીબેન મનીષભાઈ ઉંમર-4-2હે,અંજારનો સમાવેશ થાય છે.