હળવદમાં આવેલા જી.આઈ.ડી.સી.વિસ્તાર નજીક આવેલા ઝૂંપડામાં મહાકાય એક કોબ્રા સાપે શ્વાનના તાજા જન્મેલા ચાર બચ્ચાઓને મારી નાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. બાદમાં ફેરેસ્ટ વિભાગને જાણ કરાતા તેને આ કોબ્રાનું રેસ્કયુ હાથ ધર્યું હતું.
હળવદ શહેરના જીઆઈડીસી વિસ્તારમાં હરિભાઇ ઠાકોરના ઝુંપડાની અંદર એક માદા શ્વાને છ બચ્ચાને જન્મ આપ્યો હતો.જેથી આ ઝુંપડામાં રહેતા દંપતિએ શ્વાનને તથા તેના બચ્ચાને ખલેલ ન પહોંચે તે માટે ઝુંપડામાં જવાનું પણ બંધ કરી દીધું હતું.જો કે આ ઝુપડામાં વિશાળકાય કોબ્રા સાપ આવી પહોંચતા તેને ચાર બચ્ચાને ડંખ મારીને મારી નાખ્યા હતા.જ્યારે બે બચ્ચાને ઇજા પહોંચાડી હતી.આ મામલે ફેરેસ્ટ વિભાગના આર.એફ્.ઓ કે.એમ ત્રમટાને જાણ કરાતા તાત્કાલિક તેઓના સ્ટાફ્ના નયનભાઈ સામતિયા, યોગેશભાઈ ભુત, વિપુલભાઈ ગોહિલ સહિત ફેરેસ્ટ વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કોબ્રા ઝેરી સાપનું રેસ્કયુ કર્યું હતું.
બીજી તરફ્ ઇજાગ્રસ્ત થયેલ અને જીવિત રહી ગયેલ બે ગલુડિયાને હળવદ પશુ દવાખાનાના ડોક્ટર વિશાલભાઈ એરવાડીયા,ફ્તેસિંહ સોઢા અને રવિભાઈ દેથરીયા ઘટના સ્થળે પહોંચી આવી બે ઇજાગ્રસ્ત બચ્ચાની સારવાર કરી હતી.