હળવદ શહેરમાંથી પસાર થતા માળિયા-સરખેજ હાઈવે પર સતત ટ્રાફ્કિ રહેતો હોય છે. આ હાઈવે પર સરા ચોકડી, હરિદર્શન હોટલ ચોકડી અને મોરબી-માળિયા ચોકડીનો સમાવેશ થાય છે. જ્યાંથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થતાં હોય છે.
ભૂતકાળમાં આ ચોકડી પર અકસ્માત થવાથી 5થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આશરે 10 વર્ષ પહેલા આ ચોકડી પર સ્પીડબ્રેકરનું નિર્માણ કરાયું હતું. પરંતુ છેલ્લા 4 મહિનાથી પણ વધુ સમયથી રોડનું સમારકામ કર્યું તે સમયે સ્પીડબ્રેકરને મૂળભૂત જગ્યા ચોકડીથી નજીક હતા તેને ચોકડીથી દૂર જગ્યાએ પ્રસ્થાપિત કર્યા હતા. જેના લીધે વાહને સ્પીડબ્રેકર ક્રોસ કરીને ચોકડીએ પહોંચે ત્યાં સુધીમાં સ્પીડ પકડી લે છે. જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં 40 નાના-મોટા અકસ્માતો થયા છે. આ અંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરાઈ હતી અને ધારાસભ્યએ પણ CMOમાં રજૂઆત કરતાં ગત તા. 28મી ઓક્ટોબરે સરા ચોકડીએ મૂળભૂત જગ્યાએ સ્પીડબ્રેકર બનાવવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારે હળવદના સામાજિક કાર્યકર તપન દવે, રવિ પટેલ અને જે.પીભાઈ સોમપુરા રૂબરૂ ત્યાં જતાં જાણવા મળ્યું કે, આ કામ જેશરૂ કર્યું તેમાં કોઈ જ ગુણવતા સભર કામ ના થતું હોય અને આ સ્પીડ બ્રેકર બનાવ્યાના થોડા જ સમયમાં ખરાબ પણ જતાં કંપની દ્વારા ટોલ ઉઘરાવવા માટે આ કામ કરાયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સામાજિક કાર્યકર તપન દવેએ આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માગ કરી છે.