હળવદમાં સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી કુલ 90 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
હળવદ શહેરના શરણેશ્વર મંદિર ખાતે રોટરી ક્લબ આયોજિત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન ગત રવિવારે કરવામા આવ્યું હતું. ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 7 વર્ષથી લઇ 72 વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વીરેન્દ્ર સિંહ કે. ઝાલા મુખ્ય મહેમાન અને અનિલભાઈ પટેલએ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ પારદર્શકતાથી થાય એ માટે ચેસ ટુર્નામેન્ટના નેશનલ આરબીટર પંકજ ભાઈ પંચોલી ખુબ જ મહેનત કરી હતી. વિજેતાઓને રોકડ પુરસ્કાર અને ટ્રોફ્ી આપીને અભિનંદન આપવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફ્ળ બનાવવા રોટરી કલબના પ્રેસિડેન્ટ રોહિતભાઈ મેંઢા, સેક્રેટરી મનીષભાઈ દેથરીયા, રિતેશ કારીયા, નરેશ પટેલ, ડો.હર્ષદભાઈ લોરિયા, જયદીપભાઈ સોલંકી, ગજેન્દ્રભાઈ મોરડિયા અને પ્રતિક પાઠક અને રોટરેક્ટ મેમ્બર્સે જહેમત ઉઠાવી હતી.