હળવદમાં અગાઉ 2004માં રોડ ઉપરની જમીનનું બાંધકામ માર્જીન છોડયા બાદ હાલ માર્જીનનું અંતર ઘટતા ભાજપના નેતાઓની દાનત ઘટેલા માર્જીનની જમીન પચાવી પાડવા ઉપર બગડી હોવાથી વારસદારો પાસે અરજી કરાવી રહ્યા છે.
પરંતુ રહીશોએ આ બાબતનો પડકાર કરી વર્ષો બાદ ખુલ્લી જમીન ઉપર મૂળ માલિકે જમીન વેચી દીધા બાદ હક ન રહેતો હોવાથી લડત ચલાવી રહ્યા છે. પરંતુ ભાજપી નેતાઓ પાછળ રહી તંત્ર દ્વારા રહીશોને દબાવવો પ્રયાસ શરુ કરતા લોકોએ ભારે રોશ વ્યક્ત કર્યો છે. પાલિકાના ચીફ્ ઓફ્સિરે શ્રીજી નગર સોસાયટીના રહીશોને હેતુફેર અને શરતભંગની કાર્યવહી કરવાની હોય એમ રહીશો પાસે તાત્કાલિક પુરાવા રજૂ કરવા નોટીસ પાઠવાઈ છે. આ બાબતે સીઓ તુષાર ઝાલરિયાએ જણાવેલ કે શ્રીજીનગરમાં રહેણાંક હેતુ માટે બિન ખેતી થવા છતાંય કોર્મશિયલ બાંધકામ થયાનું કલેકટરના ધ્યાને આવ્યા હોવાથી કાર્યવાહી શરુ કરાઈ છે. બીજી તરફ્ શહેરમાં ભાજપના નેતાઓએ કરેલા અનેક બાંધકામોની ચીફ્ ઓફ્સિર દ્વારા તપાસ કરવામાં આવે તો મોટાપાયે ગેરરીતિઓ સામે આવી શકે છે, એવું શહેરીજનો જણાવી રહ્યા છે.