Halvad: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 18 અગ્રણીઓ દ્વારા દાવેદારી

HomeHalvadHalvad: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 18 અગ્રણીઓ દ્વારા દાવેદારી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Dhandhuka: રોષ: ધંધૂકાની માધવ સોસાયટીના રહીશો માળખાગત સુવિધાથી વંચિત

ધંધુકાના ભાવનગર રોડ પરની માધવ સોસાયટીમાં રોડ રસ્તા, પાણી, ગટર જેવી સુવિધાઓ થી વંચિત રહેતા લોકો પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે....

આગામી દિવસોમાં મોરબી જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળવાના હોય હાલ જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે શનિવારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે કુલ 18 લોકોએ દાવેદારી નોંધાવી છે. જે પૈકી હળવદના વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ, એક તાલુકા ભાજપ મહામંત્રી અને એક પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સહિતના દાવેદારોનો સમાવેશ થાય છે

     મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કુલ 18 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં હાલ ચાલુ પ્રમુખ અને હળવદના રણછોડભાઈ દલવાડી ઉપરાંત હળવદ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સિણોજીયા અને તાલુકા ભાજપના વર્મતાન મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત જિલ્લા માંથી રવિભાઈ સનાવડા, હિરેનભાઈ પારેખ, જેઠાભાઈ મિયાત્રા, કિરીટભાઈ અંદરપા, કે. એસ. અમૃતિયા, રસિકભાઈ વોરા, ભાણજીભાઈ વરસડા, જીતુભાઈ પટેલ, રાઘવજીભાઈ ગડારા, મંજુલાબેન દેત્રોજા, રાજેન્દ્રસિંહ ઝાલા, ભગવાનજીભાઈ મેર, અરવિંદભાઈ વાંસદડીયા, ગોરધનભાઈ સરવૈયા અને નિર્મલભાઈ જારીયાએ દાવેદારી નોંધાવી છે. ત્યારે હવે ભાજપનું મોવડી મંડળ આ તમામ દાવેદારોમાંથી કોને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરાવે છે? તે આગામી દિવસોમાં જોવું રહ્યું.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon