હળવદમાં છેલ્લા બે દિવસથી રાજકોટ વિજિલન્સની 19 ટીમ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જેમાં સરા સબ ડિવિઝન અને ચરાડવા સબ ડિવિઝન હેઠળ 204 રહેણાંક અને વાણિજ્યના જોડાણોને ચેક કરાયા હતા. જેમાં 33માં ગેરરીતિ સામે આવતા રૂ. 8.81 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે મોડી સાંજે હળવદ શહેરના સરા રોડ પર આવેલ ભાજપ આગેવાન વલ્લભ પટેલના મારુતિ નંદન ગેસ્ટ હાઉસમાં પણ વીજ ચોરી થતી હોવાની ફ્રિયાદને લઈ પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ કરાયું હતું. જેમાં લંગરીયુ નાંખી વીજ ચોરી થતી હોવાનું સામે આવતા ભાજપ આગેવાનને રૂ. 5.81 લાખનો દંડ ફ્ટકારાયો છે. પંથકના રાજકીય આગેવાનો સારો એવો ધરોબો ધરાવતા હળવદ ભાજપના આગેવાન વલ્લભ પટેલ પાછલા ઘણા સમયથી વીજ ચોરી કરતા હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. જોકે મોટાભાગના રાજકીય આગેવાનોની ગેસ્ટ હાઉસમાં જ અવરજવર હોય જેથી સ્થાનિક ટીમ દ્વારા કાર્યવાહી કરાતી નહોતી. જોકે આખરે રાજકોટ વિજિલન્સની ટીમે કાર્યવાહી કરતા આ આગેવાનને રાજકારણનો ફંકો ઉતરી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વલ્લભ પટેલ ધારાસભ્ય અને સાંસદ સાથે જ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં યોજાતા દરેક કાર્યક્રમમાં ફ્રતા હોય જેથી શહેરની મોટાભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ પર રોફ્ જમાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.