વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા સંસ્કાર સપ્તાહ અંતર્ગત રન ફોર હેલ્થનો કાર્યક્રમ નશા મુક્ત ભારત તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત બને તેવા શુભ આશ્યથી રન ફોર હેલ્થ મેરેથોનનું આયોજન કરાયું હતું.
આ મેરેથોન રેલી સરસ્વતી શીશુ મંદિરથી પ્રારંભ થઈ હતી, જે હળવદની મુખ્ય બજારમાં થઈને રાજોધરજી હાઈસ્કૂલે સમાપન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત વિરોધી તાકાત દ્વારા દેશના યુવાનો ને ડ્રગ્સના રવાડે ચડાવી દેશના યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રને જડમુળથી નાબૂદ કરવા માટે રન ફોર હેલ્થનુ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં હળવદની સાંદિપની વિદ્યાલયના બાળકો તથા મહર્ષિ ગુરુકુળના બાળકો તેમજ હળવદ પોલીસના અધિકારીઓ જવાનો અને વેપારી સંગઠનો જોડાયેલ હતા. આ કાર્યક્રમમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપકદાસજી મહારાજ , બજરંગદળ ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહ મંત્રી પરેશભાઈ રાવલ, જન્માષ્ટમી શોભાયાત્રાના અધ્યક્ષ ડૉ મિલનભાઈ માલમપરા , વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ , PSI આંબરિયા સહિત સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર સૌએ નસામુક્ત અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે સંકલ્પ કર્યો હતો.