માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે રહેતા આમિનભાઈ કરીમભાઈ લધાણી અને તેનો દીકરો મુસ્તાક લધાણી હળવદ, ધાંગધ્રા અને માળિયા પંથકમાંથી ગાયોને ચારવા માટે ચીખલી પાસે આવેલ કરડીયા જંગલમાં લઈ જતા હતા અને મહિને એક ગાય દીઠ રૂપિયા 300 લેતા હતા.
જોકે ગાયો ચારવા માટે લઈ ગયા બાદ પરત ન આપતા આરોપી પિતા-પુત્ર સામે ખાખરેચી ગામના માલધારીએ 13 ગાયોને કતલ કરી નાખી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા એ સમયે આરોપી અમીન અને મુસ્તાકની ધરપકડ કરી પૂછપરછ કરતા અન્ય પાંચના નામ ખુલતા કુલ સાત સામે ગુનો નોંધી જેલમાં ધકેલી દીધા હતા.
જો કે આ ઘટના બાદ આ પિતા-પુત્ર દ્વારા હળવદ પંથકના નવા અમરાપર અને મિયાણી ગામેથી પણ 45 ગાયો ચારવા માટે લઈ ગયા બાદ ગાયોને કાપી નાંખી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. જેથી હળવદ પોલીસ દ્વારા આરોપી આમીન અને મુસ્તાકની ટ્રાન્સફર વોરંટના આધારે મોરબી જેલમાંથી કબજો લઈ પૂછપરછ કરાતા આ ઘટનામાં માળિયા મીયાણા પોલીસના હાથે ઝડપાયેલાને હાલ મોરબી જેલમાં રહેલ રમજાનભાઈ હારુનભાઈ જામ રહે જુના અંજિયા સર, અલાઉદ્દીન ભાઈ મુસાભાઈ જામ રહે જુના અંજિયા સર, અલ્બાસભાઈ મુસાભાઈ મોવર. રહે.કાજરડા, સાઉદીનભાઈ ઓસમાણભાઈ કાજેડીયા રહે કાજરડા, આમીનભાઈ રહીમભાઈ માણેક રહે કાજરડાને પણ મોરબી જેલમાંથી હળવદ પોલીસ મથકે લઈ આવી ચીખલી ગામે આવેલ કરડીયા જંગલ તરીકે ઓળખાતા વિસ્તારમાં આરોપીઓને સાથે રાખી તપાસ કરાતા ગૌ માતાની કતલ કરેલ કેટલાક અવશેષો પોલીસને હાથ લાગ્યા હતા. બીજી તરફ આ ઘટનામાં મુખ્ય આરોપી આમીન કરીમ લધાણીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હોય જે મંગળવારે પૂર્ણ થતા આમિન સહિતના આરોપીઓને હળવદ કોર્ટમાં રજૂ કરાતા તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આમાં ઘટનામાં આમીન અને મુસ્તાકની સાથે અન્ય પાંચ લોકો પણ સંડોયેલા હોય જેથી સાતેય સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જોકે ધાંગધ્રાના પીપળા ગામના માલધારીએ પણ માળિયા મીયાણા પોલીસમાં મથકે આજ બાપ દીકરા સામે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ દ્વારા તે તપાસ કરશે તેમાં પણ બાપ-દીકરાની સાથે આ પાંચ લોકો કે જે ખાખરેચી અને હળવદ પંથકની ગાયોની કતલ કરવામાં સાથે રહ્યા છે. એના નામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.