હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા યુવાનના નાના ભાઈએ મોરબીની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લેતા યુવતીના કાકા સહિતના 4 શખ્સોએ સુંદરગઢ ગામે ધસી જઈ યુવકના મોટા ભાઈનું ટવેરા ગાડીમાં અપહરણ કરી મોરબી નજીક લઈ આવી બેફામ માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુંદરગઢ ગામે રહેતા માંડણભાઈ બેચરભાઈ ખાંભડિયા નામના યુવાને આરોપી રાકેશ લઘુભાઈ મોરવાડિયા, શૈલેષ મહાદેવભાઈ માલાસણા રહે. બન્ને ફુલછાબ સોસાયટી, વીસીપરા, મોરબી તેમજ આરોપી સંદીપ ભુપતભાઈ અગેચણિયા અને આરોપી નિલેશ સવસીભાઈ અગેચણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી રાકેશ લઘુભાઈ મોરવાડિયાની ભત્રીજી સપના સાથે ફરિયાદીના નાના ભાઈ વિષ્ણુભાઈએ કોર્ટ મારફ્તે પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી ચારેય આરોપીઓ સુંદરગઢ ગામે ઘસી આવ્યા હતા અને માંડણભાઈના ઘેર આવી ટવેરા ગાડીમાં અપહરણ કરી મોરબી નજીક અજાણી જગ્યાએ લાવી બેફામ માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
[ad_1]
Source link