હળવદ શહેરમાં જીન અને હાઈસ્કૂલ પાસે દારૂડિયા તત્વો ખુલ્લેઆમ દારૂની પોટલી લઈને નશો કરતા હોવાના ત્રણ અલગ અલગ જગ્યાના વીડિયો વાયરલ થતા સ્થાનિક પોલીસ અને એલસીબીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
દેશી દારુ પીવાથી લોકોના આરોગ્ય ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. તેમજ લઠ્ઠાકાંડ થવાની પણ શક્યતા દેખાઈ રહી છે. આમ હળવદ જેવી સંસ્કારી નગરીમાં પોલીસની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૂનો વેપલો અને દારૂડિયા પીને ફરતા હોવાથી લોકોએ પોલીસની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે ખુલ્લેઆમ દારૂનો વીડિયો વાયરલ થયા બાદ મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સ્થાનિક પોલીસ સામે કેવાં પગલા લે છે અને દારૂની બદીને બંધ કરાવે છે કે કેમ? એની સામે સૌની નજર મંડાયેલી છે