હળવદ તાલુકાના સુખપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરે કેનાલ કાંઠે બેસી કપડા ધોઈ રહેલા 48 વર્ષીય આધેડનો પગ લપસતા ન ર્મદા કેનાલના પાણીમાં ગળકાવ થઈ ગયા હોવાને લઈ શોધખોળ કરવામાં આવી રહી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે રહેતા હરગોવિંદભાઈ શંકરભાઈ કોળી ઉંમર વર્ષ 48 છેલ્લા બે વર્ષથી હળવદમાં સીએનજી રીક્ષા ચલાવી અહીં જ રહેતા હતા. પોતે એકલવાયું જીવન જીવતા હોય જેથી ગઈકાલે બપોરના સમયે સુખપર ગામ પાસેથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે બેસીને કપડાં ધોઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતે કેનાલના પાણીમાં પડી ગયા હતા. બીજી તરફ્ મોડી સાંજ થવા છતાં પણ કેનાલ કાંઠે મોબાઈલ, ચપ્પલ, કપડા અને સીએનજી રીક્ષા પડી હોય જેથી ત્યાંથી પસાર થતા લોકોને પણ શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તુરત જ ઘટના સ્થળે પહોંચી તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી હરગોવિંદભાઈના પરિવારજનોને જાણ કરી તેઓને હળવદ બોલાવવામાં આવ્યા હતા અને હાલ હળવદ ફયરની ટીમ અને પરિવારજનો દ્વારા નર્મદા કેનાલમાં આધેડની શોધખોળ કરી રહ્યા છે. જોકે આજે બીજા દિવસે સાંજે 4 વાગ્યા સુધી કોઈ પતો મળ્યો નથી.