હળવદ તાલુકાના દિઘડિયા ગામ સીમમાં વિડી તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે આખલા પર એસિડ એટેક કર્યો હોવાથી શરીરનો મોટાભાગનો ભાગ અતિશય દાઝી જવાથી ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.
આવા મૂંગા પશુઓ પર અત્યાચાર કરનારા શખ્સોને ઝડપી લઇ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. બનાવના પગલે દિઘડીયા ગામના ગૌપ્રેમી રમેશભાઈ ચાવડીયા, મયુરભાઈ ભરવાડ,કાનાભાઈ દલસાણીયા અને અશ્વિનભા ગઢવી સહિતનાઓ ઘટના સ્થળે પહોંચી પશુ તબીબને બોલાવી જરૂરી સારવાર આપી રહ્યા છે. દીઘડિયા ઉપરાંત માલણીયાદ ગામે પણ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આખલા પર કવાડી જેવા હથિયાર વડે હુમલો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેથી પંથકમાં ગૌવંશ પર એસીડ અટેકના બનાવો તેમજ તિક્ષ્ણ હથિયાર વડે થતા હુમલાઓ અટકે તે માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી છે.