હળવદ તાલુકાના દીઘડીયા ગામ નજીકથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં મુળી તાલુકાનાં આંબરડી ગામનો યુવાન મંગળવારે વહેલી સવારે બાઈક સાથે કેનાલમાં ખાબક્યો હતો.બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ અને બાઈકને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઝાલાવાડમાં સૌથી વધુ નર્મદા કેનાલનો લાભ હળવદ તાલુકાને મળે છે સાથે સાથે આ કેનાલમાં પડી જવાથી અપમૃત્યુના બનાવો પણ છાસવારે બનતા જોવા મળે છે. ત્યારે મગળવારે વહેલી સવારે મૂળી તાલુકાના આંબરડી ગામે રહેતા અલ્પેશભાઈ રવજીભાઈ સડાલીયા ઉંમર વર્ષ 35 હળવદના દીઘડીયા નજીક જંગલમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠેથી બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સાથે કેનાલના પાણીમાં ખાબકતા સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી.ભારે શોધખોળ બાદ અંતે યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાવ્યો હતો.