Halvad: ગ્રામ્યમાંથી 5 બોગસ તબીબ પકડાયા

HomeHalvadHalvad: ગ્રામ્યમાંથી 5 બોગસ તબીબ પકડાયા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

કપડવંજનું જલોયા તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ

ખેડૂતોને શ્રોષ્ઠ સિંચાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશેતળાવ અંદાજે 100 વીઘા ખોદવાની કામગીરી થશે લોકોને પીવાના પાણીનો અને સિંચાઈનો લાભ મળશે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કપડવંજ તાલુકાના જલોયા...

તબીબી જગતમાં પાછલાં ઘણા સમયથી ડિગ્રી વગરના તબીબો દર્દીઓને લૂંટી રૂપિયા પડાવી લેવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ડીગ્રી વગરના તબીબોનો રાફ્ડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિમાં પોલીસે ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરી બોગસ તબીબો ઉપર દરોડાનો દૌર શરૂ કરતા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા પાંચ ઝોલાછાપ ઘોડા ડોક્ટર ઝડપી પાડતા પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.

હળવદ પોલીસે તાલુકા ગ્રામ્યમાં બોગસ ડોક્ટર્સ વિરુદ્ધ કરેલી કાર્યવાહીમાં પ્રથમ કિસ્સામાં સુંદરીભવાની ગામે ગજાભાઈ કોળીના મકાનમાં આવેલી દુકાનમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે લાંબા સમયથી કોઈપણ જાતની ડીગ્રી વગર ડોકટર બનીને લોકોને લૂંટી રહેલા મૂળ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના પ્રતાપગઢ ગામના વતની વાસુદેવ કાંતિભાઈ કોઠીયા ઉ.45ને ઝડપી લઈ દવા, ઈન્જેક્શન અને ક્રીમ સહિતના રૂ. 12,405ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. જ્યારે બીજા કિસ્સામાં મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીંત ગામે ગુપ્તા કોલોનીમાં રહેતા અને હાલમાં હળવદ તાલુકાના રાયસંગપર ગામે રામજી મંદિરની બાજુમાં કોઈપણ જાતની ડીગ્રી વગર એલોપેથી દવાની પ્રેક્ટિસ કરી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આરોપી પંચાનન ખુદીરામ ધરામી ઉ.33 નામના શખ્સને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી રૂ. 9,660ની એલોપથી દવા અને સારવારના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં હળવદ પોલીસે રણમલપુર ગામે દરોડો પાડી કોઈપણ જાતની સરકારમાન્ય ડીગ્રી વગર કે લાયસન્સ મેળવ્યા વગર દવાખાનું ચલાવી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા મૂળ બિલાસપુર ગામના વતની એવા આરોપી પરિમલ ધીરેન બાલા ઉ.40 નામના શખ્સને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી રૂ. 15,682ની કિંમતની દવા, ઇંજેક્શન, ક્રીમ તેમજ સારવાર માટેના સાધનો કબજે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ ગુનો રજીસ્ટર કર્યો હતો.

ચોથા દરોડામાં હળવદ પોલીસે હળવદ તાલુકાના ચંદ્રગઢ(લીલાપર) ગામે દરોડો પાડી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર દર્દીઓની એલોપથી સારવાર પદ્ધતિથી સારવાર કરતા આરોપી સંદીપ મનુભાઈ પટેલ ઉ.39 રહે. સરા રોડ, રૂકમણી પાર્ક, હળવદવાળાને ઝડપી લઈ રૂ.9,547ની કિંમતની એલોપથી દવા અને સારવારના સાધનો કબ્જે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત પાંચમા દરોડામાં હળવદ તાલુકાના ઢવાણા ગામે બસ સ્ટેશન પાસે કોઈપણ જાતની ડીગ્રી વગર દર્દીઓને લૂંટવા દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીંત જિલ્લાના વતની આરોપી અનુજ ખુદીરામ ધરામી ઉ.વ.28ના દવાખાનામાં પોલીસે દરોડો પાડી રૂ. 4,147ની કિંમતની દવાઓ તેમજ સારવારના સાધનો કબજે કરી મેડિકલ પ્રેક્ટિશનર મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon