- ચાર વર્ષથી મંથરગતિએ ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી
- ભરોણા વિસ્તારમાં વેઠ ઉતાર કામગીરી : એક કાર પણ ફસાઇ
- ઉપરાંત સ્કૂલમાં જતા બાળકોને પણ પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે
હાલોલ નગર સહિત પંથકમા મંગળવારે વહેલી સવારે વરસેલા વરસાદને લઈ હાલોલ નગરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં બેદરકારભરી નીતિના પગલે નગરના અંતરીયાળ માર્ગો વાહન ચલાવવાનું તો ઠીક ચાલીને જવા માં પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ઉપરાંત સ્કૂલમાં જતા બાળકોને પણ પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે. નગરના ગોધર રોડ પર આવેલ ભરોણા જવાના જવાના રસ્તા ઉપર ભૂગર્ભ ગટર યોજનાને લઇ ખોદેલા ખાડામાં ઇજારદાર દ્વારા ખોદેલા ખાડામાં પુરાણ બરાબર નહિ કરતા આખા રસ્તા ઉપર વરસેલા વરસાદને લઈ ભરોણા તરફ્ જવાનો રસ્તો બેસી જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અને એક કાર ફ્સાઈ ગયા હતી. હાલોલ નગરમાં છેલ્લા ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનામાં ઇજારદાર દ્વારા નગરના તમામ રોડ રસ્તા ઉપર ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવે છે. જે ખોદેલા ખાડામાં પુરાણ બરાબર કરવામા આવતું ન હોવાને કારણે તે રસ્તા ઉપર છાસવારે કેટલાક વાહનો ફ્સાઈ જવાના બનાવો બનતા રહે છે. આજે સવારે વરસેલા વરસાદને કારણે નગરના ગોધરા રોડ પર આવેલ ભરોણા વિસ્તારમાં થોડા સમય થી ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી ચાલી રહી છે. તેમાં પણ યોગ્ય પુરાણ કરવામા ન આવતા જેમાં આજ રોજ વરસેલા વરસાદને લઈ રસ્તા મોટા પ્રમાણમાં બેસી ગયો હતો. જેમાં એક કાર ફ્સાઈ ગઈ હતી. ભૂગર્ભ ગટર યોજનાના ઇજારદાર દ્વારા કામગીરી બરાબર થતી ન હોવાની ઘણી ફરિયાદો ઉઠવા પામી છે.