- તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું
- દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા ભેટ સોંગાદો આપવામાં આવી
- જીવન ની શુભ શરૂઆત કરનાર 14 જોડાઓને દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ
હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પ.પૂ. મહંત શ્રી રામશાનદાસજી મહારાજ અને કંજરીની પ્રેરક ઉપસ્થિતિમાં તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 14 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતા. આ પ્રસંગે કંજરી યુવરાજ મયુરધ્વાજસિંહ પરમારમાં ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા.
હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા સહિત ટ્રસ્ટના અગ્રણીઓના સોજન્યથી તૃતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. કાર્યર્ક્મની શુભ શરૂઆત દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંજરી રામજી મંદિર નાં પ.પૂ.મહંત શ્રી રામચરન દાસજી મહારાજ, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર સહીત પાનેલાવ ગામના સરપંચ સહિત દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના મહાનુભાવો ઉપસ્થિતરહ્યા હતા. પાનેલાવ ગામ સહિત આસપાસના ગામોનાં ગ્રામજનોએ ભવ્ય સમુહ લગ્નોત્સવ માણ્યો હતો. પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવન ની શુભ શરૂઆત કરનાર 14 જોડાઓને દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા કન્યાદાન કરી કરિયાવર સહિત વિવિધ પ્રકારની ભેટ સોંગાદો આપવામાં આવી હતી.