- મહારાષ્ટ્રના નાસિક સિટીમાં 12થી 14 કિલો સોનાની ચોરીનો બનાવ બન્યો હતો
- નાસિકની સ્પેશિયલ ગુંડા સ્કોડનું ઑપરેશન : એક આરોપી ફરાર થઈ ગયો
- નાસિક પોલીસે હાલોલથી આરોપીને ઝડપી પાડયો હતો.
મહારાષ્ટ્રની નાસિક સિટીમાં તા.4 મે, 2024ના રોજ બેંકના સિક્યુરીટી સાથે મળી લૉકર તોડી 12થી 14 કિલો સોનાની ચોરીના ગુનાના એક આરોપીને નાસિક ક્રાઇમ બ્રાન્ચે આજે હાલોલના ગાયત્રી નગરમાંથી ઝડપી પડયો હતો. જોકે અન્ય એક આરોપી ભાગી છૂટયો હતો.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજથી દોઢ માસ પૂર્વે મહારાષ્ટ્રની નાસિક સીટીમાંથી આઈસીઆઈસીઆઈ બેંકનું લૉકર તોડી 12 થી 14 કિલો સોનાની ચોરી થઈ હતી. આ અંગેની થયેલી પોલીસ ફરિયાદને આધારે નાસિક પોલીસે સ્પેશીયલ ગુંડા સ્કોડને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. જે પોલીસે બેન્ક સિક્યુરીટી બેન્ક સહીત બે આરોપીઓની ધરપકડ કરી હતી. તથા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળમાં હતા.
પોલીસે આરોપીઓના મોબાઈલ ટ્રેસ કરતા લૉકેશન બદલાતા રહેતા હતા.
જેથી આરોપીઓ આંધ્ર પ્રદેશના બાલાજી બેંગ્લોર, જયપુરથી ગુજરાતમાં આવ્યા હોવાનું જણાઈ આવતા સ્પેશિયલ ગુંડા સ્કોડની ટીમ ગુજરાતમાં આવી હતી.
મહારાષ્ટ્ર પાસીંગની કારની વૉચ કરતા કરતા હતા ત્યારે હાલોલ બાયપાસ રોડ પર કાર મળી આવતા તેનો ફ્લ્મિી ઢબે પીછો કર્યો હતો. જોકે હાલોલના ગાયત્રી નગર પાસે ઝાડીઓમાં કાર મૂકી આરોપીએ ભાગ્યા હતા. તેનો પીછો કરતા રતન કૈલાસ ચૌધરી નામના આરોપીને પોલીસે ઝડપી પડયો હતો.
આ ભાગદોડમાં લોકટોળા થઇ જતા હાલોલ પોલીસ ની મદદ મેળવી ઝડપાયેલા આરોપીને હાલોલ પોલીસ મથકે લેવામાં આવ્યો હતો
સ્પેશિયલ ગુંડા સ્કોડ બ્રાન્ચના અધિકારી એ જણાવ્યું હતું કે આ અગાઉ બે આરોપીને ઝડપી પાડયા છે, અન્ય ત્રણ ફ્રાર હતા.
તેમાંથી આજે એક ઝડપાઇ જતા હજુ બે આરોપીઓ પકડવાના બાકી છે. પકડાયેલા આરોપીઓ પાસે બેંકમાંથી ચોરી કરવામાં આવેલા સોનાના દાગીના ક્યાં છે? અને કોની પાસે છે? તે અંગે પોલીસને હજી કોઈ જાણકારી મળી નથી.
હાલ પકડાયેલા આરોપીઓ આ મુદ્દામાલ અંગે એકબીજાને ખો આપી રહ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.