સયુંકત નિરીક્ષણ હેઠળ શારીરિક, માનસિક, સ્વાસ્થ્ય અને ચારિત્ર્ય નિર્માણ તથા આધ્યાત્મિક રાષ્ટ્ર નિર્માણ હેતુ તા.22 થી 28 ડિસેમ્બર દરમિયાન હાલોલના કંજરી રોડ સ્થિત દર્પણ સોસાયટી ખાતે સવારે 5.30 થી 7.30 કલાકે યોગ શિબિરનું આયોજન પતંજલિ યોગ સમિતિ ભારત સ્વાભિમાન દ્વારા કરાયું છે.
હાલોલ, પતંજલિ યોગ શિબિરના સંચાલક લક્ષમણભાઇ ગુરવાનીએ જણાવ્યા મુજબ આજના સમયમાં કોઈને કોઈ વ્યક્તિ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અસ્થમા, એસીડીટી, થાઈરાઈડ, અર્થરાઈટસ, હૃદય રોગ, માઇગ્રેન, માનિસક તણાવ, કેન્સર જેવી સમસ્યા સામે લડી રહ્યા છે. આ સમસ્યાઓનું એક નિવારણ યોગ છે.
જેને લઇ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.24 થી 26 દરમિયાન ભારત સ્વાભિમાનના કેન્દ્રીય યુવા પ્રભારી પૂ.સ્વામી આદિત્યદેવજીની ઉપસ્થિત રહેશે. જેઓ 5000 દંડ બેઠક અને 5000 સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ યોગ શિબિરમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપેક્ષા છે.