- ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ થતાં રોડ બનાવ્યો
- 30 મીટરનો રસ્તો નવેસરથી બનાવવાની શરૂઆત કરાઈ
- હાલોલમાં ગટરનું માટી પૂરાણ નહી થતાં પાકો રોડ બેસી ગયો હતો.
હાલોલમાં કલ્પતરું સોસાયટી તેમજ નિવ રેસિડેન્સીમાં અવર જવર કરવાનો અંદાજિત એકાદ માસ અગાઉ બનાવવામાં આવેલો 30 મીટર સીસી રોડ બેસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્ર દ્વારા સીસી રોડનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયુ હોવાનું જાળવા મળે છે.
ભીમનાથ મહાદેવ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી અંતર્ગત ખોદવામાં આવેલા ખાડાઓ કામગીરી પૂર્ણ થયા બાદ એકાદ માસ અગાઉ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આ સોસાયટીનો માર્ગ માં વચ્ચે ઊંડું ગાબડું પડી ગયું હતું. આ અંગેની જાણ પાલિકાને થતા પાલિકાનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. સ્થળ તપાસ બાદ સીસી રોડમાં ગાબડું પડવા અંગે જે ખોદકામ કરવામાં આવેલ તે જગ્યાએ માટીનું પુરાણ બરાબર કરેલ ન હોવાથી ઘટના બની હોવાનું જણાઇ આવ્યું હતું. જોકે લોકો દ્વારા સીસી રોડની ગુણવત્તા હલકી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. જોકે આ જ પ્રકારે નગરના અન્ય વિસ્તારો માં જ્યાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી 6, માસ અગાઉ પૂર્ણ થઇ ગયેલ છે. ત્યાં પાલિકા દ્વારા એવી જગ્યાઓ પર સી સી રોડ બનાવવામાં આવેલ છે. તે વિસ્તારના રહીશોમાં પણ ચોમાસામાં વધુ વરસાદ થશે ત્યારે તે લોકોના વિસ્તારોના સીસી રોડ પર આ પ્રકારે બેસી જશે તેમ વિચારતા કરી દીધા છે . જ્યારે આ બાબતે પાલિકાના એન્જિનિયર ને પૂછતા તેઓએ જણાવ્યું હતું. કે સીસી રોડની ગુણવત્તાનો કોઈ પ્રશ્ન જ નથી પરંતુ ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી પૂર્ણ થયા બાદ માટીનું પુરાણ બરાબર કરેલ ન હોવાથી દોઢ મીટર જેટલું ગાબડું પડી ગયું હતું.