- ગોધરાથી વડોદરા જતાં યુવકને અકસ્માત નડયો હતો
- લેપટોપ અને રૂા.1 લાખ રોકડા પરત આપતા કર્મયોગી કર્મચારીઓ
- એકટીવા સ્લીપ ખાઈ જતા ચાલકને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
હાલોલની આનંદપુરા ચેકપોસ્ટ પાસે એકટીવા સ્લીપ ખાઈ જતા ચાલકને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. એકટીવા ચાલક પાસે મોંઘુ લેપટોપ અને રૂા.1 લાખ રોકડ રકમ 108 એમ્બ્યુલન્સના સ્ટાફે યુવકના પિતાને સુપ્રત કરી કર્મયોગી કર્મચારીનું ઉદાહરણ પૂરું પાડયું હતું.
ગોધરાના તપન સોની જેઓ આજે સવારે એકટીવા સ્કૂટર લઈ ગોધરાથી કોલેજ જઈ રહ્યા હતા. અને ત્યાંથી નવું લેપટોપ લેવા માટે વડોદરા જવાનું હોય ઘરેથી તેમની લેપટોપ બેગમાં રૂા. 104000 રોકડા લઈ નીકળ્યા હતા. દરમ્યાન તેની એકટીવાનો અકસ્માત અકસ્માત સર્જાયો હતો જેમાં તપન ઇજાગ્રસ્ત થતાં તપનને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સુવડાવી ત્યાં રોડ ઉપર પડેલી તેની બેગ હાલોલ 108 એમ્બ્યુલન્સના ચાલક સંજયભાઈ સોલંકી અને ચંદ્રિકા બેન ઇએમટીએ ઇજાગ્રસ્ત તપનને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવી તેના પિતાને લેપટોપ અને રોકડા રૂપિયા સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું, યુવકના પિતા નયનભાઈ સોનીહાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે આવતાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે લેપટોપ અને રૂા.1 લાખ પરત કરતા કર્મયોગી કર્મચારીનો આભાર માન્યો હતો.