- લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તેવો કિસ્સો
- 40થી 50 વ્યક્તિના નાણાં લઇ ઓફિસ બંધ કરી દીધી
- કરોડો રૂપિયા લઇ છેલ્લા બે દિવસ થી ઓફ્સિને બંધ કરી તાળું મારી ફરાર થઇ ગયા છે
હાલોલમાં ફ્ક્ત પાંચ દિવસ માં કોઈ પણ લોન મેળવો તેવી લોભામણી જાહેરાતથી કેટલાક લોકોએ લોન મેળવવા માટે વીમાના અને ફાઈલ ચાર્જ ચૂકવી લોન નહિ મળતા લોકો છેતરાયા હોવા અંગેની હાલોલ શહેર પોલીસ મથકે અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
લોન મેળવવા માટેની લોભામણી જાહેરાત નો ભોગ બનનારાઓએ હાલોલ શહેર પોલીસ મથકે આપેલ અરજીમાં જણાવ્યું છે કે, હાલોલમાં તાલુકા પંચાયત સામે આવેલ કોમ્પ્લેક્સમાં એક ફઇનાન્સના નામનું બોર્ડ મારી ઓફ્સિ ખોલી હતી. અને 20/25 દિવસ પહેલા ફઇનાન્સ ના નામની લોન મેળવવા માટે ની પત્રીકા વહેચી હતી. જેને લઇ લોન ની જરૂરિયાત વાળા કેટલાક લોકો લોન માટે તેમની હાલોલ ઓફ્સિ માં સંપર્ક કરતા ઓફ્સિમાં બેઠેલા કર્મચારીએ જણાવ્યું હતું કે, જે તે લોન જોઈતી હોય તે પ્રમાણમાં પાંચ ટકા ના દરે વીમાના અને ફઈલ ચાર્જના પૈસા પહેલા આપવા પડશે. અને એક અઠવાડિયામાં લોન થઇ જશે.
ઓફ્સિમાં કામ કરતા કર્મચારીએ લોન માટે આવેલા કેટલાક લોકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લીધાં છે. અને 40 થી 50 જેટલા લોકો ના લોન આપવાના બહાને છેતરપીંડી કરી કરોડો રૂપિયા લઇ છેલ્લા બે દિવસ થી ઓફ્સિને બંધ કરી તાળું મારી ફરાર થઇ ગયા છે. તેમના ફેન પણ બંધ થઇ ગયા છે. જેથી અમારી આ અરજીને ધ્યાને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરતી અરજી ભોગ બનનાર લોકો દ્વવારા હાલોલ શહેર પોલીસ મથકે આપતા પોલીસે અરજીના આધારે તપાસ હાથધરી છે.
હાલોલ ખાતે લોભામણી લોન આપવાની જાહેરાત ને પગલે કેટલાક લોન મેળવવા ઇચ્છુક લોકો એ આ ઓફ્સિ નો સંપર્ક કરી લોન માટે કાગળિયા કરી પ્રોસેસ ફી ચૂકવી હતી. આ ઓફ્સિ ને તાળા વાગી ગયા છે. અને ઓફ્સિ માં કામ કરતા લોકોના મોબાઈલ પણ બંધ છે તેવી વાત વાયુ વેગે ફેલાતા ભોગ બનેલા લોકો ફઇનાન્સ ની ઑફ્સિે લોકટોળા થઇ ગયા હતા. પોતે લોભાણી જાહેરાત નો ભોગ બન્યા હોવાનું જણાઈઆવતા ભોગ બનનાર લોકોએ પોલીસ સ્ટેશન ના દ્વાર ખખડાવ્યા છે.