Halol: સગીર પ્રેમિકા માટે એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી નાખી

HomeHalolHalol: સગીર પ્રેમિકા માટે એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી નાખી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

કપડવંજના શેલગઢથી કેદારેશ્વરનો રોડ ઊબડખાબડ, સ્થાનિકો પરેશાન

છેલ્લા દોઢેક વર્ષથી રોડ બિસમાર, તંત્ર બેધ્યાનપૂર્વ ધારાસભ્યને રજૂઆતો કરી હતી રસ્તા ઉપરથી પરિવહન કરનાર વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે કપડવંજ તાલુકાના શેલગઢથી કેદારેશ્વર...

  • પાંચ દિવસ અગાઉ હત્યા કરેલી લાશ નવાકૂવા ગામે મળી હતી
  • હત્યામાં સગીરા, તેનો પ્રેમી અને અન્ય ત્રણ મિત્રો સામેલ
  • પોલીસે કીર્તન ની હત્યાને ભેદ ઉકેલી નિમેષ બારીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

હાલોલ તાલુકાના નવાકૂવા ગામે પાંચ દિવસ અગાઉ કીર્તન બારીયાની હત્યા કરી તેના મૃતદેહને કાકલપુર ગામે નાળા પાસે ફેંકી દીધો હતો. જેનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. કીર્તન બરિયાની હત્યાનું મૂળ કારણ પ્રેમ પ્રકરણ હતું. એક જ સગીરાને બે પ્રેમી પ્રેમ કરતા હોવાથી એક પ્રેમીએ તેના ત્રણ મિત્રો અને સગીરાની મદદથી કીર્તનની હત્યા કરી હતી.

     બનાવની વિગત મુજબ હાલોલ તાલુકાના નવાકુવા ગામે કબીર ફ્ળિયામાં રહેતો કીર્તન વિષ્ણુભાઈ બારીયા ઉ વ 19 ગત 1લી જૂન ની રાત્રીના આશરે 12 વાગ્યાના સમયગાળામાં પોતાની બાઈક લઇ ઘરે થી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. જોકે તે પહેલા મોબાઈલ ઉપર કોઈની સાથે ઉગ્ર સ્વરૂપે વાત કરતો હતો. પોલીસે પી.એમ રીપોર્ટ અને કીર્તન ના મોબાઈલની કોલ ડીટેલ મેળવી તલસ્પર્શી તપાસ હાથ ધરતા કીર્તનના છેલ્લા કોલને આધારે પોલીસની શંકા હકીકતમાં પરીવર્તન થઇ હતી. કીર્તનનો છેલ્લો કોલના અધારે કીર્તનનો જે સગીરા સાથે પ્રેમ સંબંધ હતો, તે સગીરા અને તે સગીરાનો અન્ય પ્રેમી નિમેષ સુરેશભાઈ બારીયા રહે વાવને ઝડપી પાડયો હતો. નિમેષને પોલીસે તેમની ભાષામાં પૂછપરછ કરતા નિમેષે હત્યાનો ભેદ ખોલતા જણાવ્યું હતું કે, કીર્તન મારા પ્રેમ પ્રકરણમાં કાંટા સમાન હતો. મારી પ્રેમિકાને પણ ગમતું ન હતું. જેને લઇ કીર્તન અને નિમેષને પણ નાની મોટી ચકમક થતી હતી. અંતે તેને દૂર કરવા તેની હત્યા કરવાનો પ્લાન કરી તેને 1 લી જૂન ના રોજ રાતે ફેન કરી વાવ ગામ નજીક રેલવે લાઈન પાસે બોલાવ્યો હતો. તે બતાવેલ જગ્યા ઉપર આવતા પહેલીથી જ પ્લાન મુજબ તેની સગીર પ્રેમિકા, નિમેષ સુરેશ બારીયા તેના મિત્ર કમલેશ બારીયા. રહે, વાવ. કમલેશ બારીયા. રહે, ઝાબ તેમજ સુમીત બારીયા લાકડીઓ તેમજ ચેનકપ્પા લઈને પહેલીથી જ ઉભા હતા. ત્યાં કીર્તન સાથે ઝગડો કરી આ ટોળકી કીર્તનને માર મારી હત્યા કરી દીધી હતી. કીર્તનની હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે તે જગ્યાએથી કીર્તન નિજ બાઈક પર કાકલપુર ગામના નાળા પાસે જઈ રાત્રીના અંધકારમાં ફેંકી દીધો હતો. તેની બાઈકને પણ તેની લાશની નજીક ફેંકી દઇ ત્યાંથી ભાગી છૂટયા હતા. પોલીસે કીર્તન ની હત્યાને ભેદ ઉકેલી નિમેષ બારીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય સાથી મિત્રોની શોધખોળ આદરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon