- મોબાઇલ પર વાત જેવી સામાન્ય બાબતે મોત વહાલું કરતા ચર્ચાનો વિષય
- પત્ની સાથે મોબાઈલ ઉપર વાતચીત કરવા અંગે બોલાચાલી થતાં
- તે મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરતા રાત્રીના એક વાગ્યા સુધી તપાસ કરતા મળી આવ્યો ન હતો
હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામના સરપંચ ફ્ળીયામાં રહેતા યુવાનને પોતાની પત્ની સાથે મોબાઈલ ઉપર વાતચીત કરવા બાબતે થયેલ બોલાચાલીને લઇ તે વાત નું યુવાનને લાગી આવતા યાત્રાધામ પાવાગઢ ખાતે છાપરા ઝવેરીના મહેલ પાસે પોતાનું બાઇક મૂકી ખુણીયા મહાદેવના મંદિરની પાછળ આવેલી ઉંડી ખીણમાં કૂદી પડી મોતને ભેટયો હતો.
હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામમા રહેતા અશોકભાઈ લક્ષ્મણભાઈ બારીયાનો મોટો દીકરો સુનિલ અશોકભાઈ બારીયા ઉ.વ.21 નાઓનું આથી બે મહિના પહેલા જ કિંજલબેન સાથે લગ્ન થયા હતા. અને તેઓનુ દામ્પત્ય જીવન સારી રીતે ચાલતું હતું. પરંતુ બે દિવસ પહેલા સુનીલે એની પત્ની કિંજલ પાસેથી મોબાઇલ મળી આવતા સુનિલ તેમજ તેની પત્ની કિંજલ વચ્ચે મોબાઈલ બાબતે બોલાચાલી તકરાર થઇ હતી.
ગતરોજ સોમવારના દિવસે સવારે 6 વાગે સુનિલ નોકરી પર જવ છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. અને 9 વાગે પરત પાછો આવ્યો હતો. અને તેની માતાને કહી મરણ પ્રસંગમાં ગયો હતો ત્યાંથી પરત આવ્યા બાદ બપોર ના સમયે ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. તે મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરતા રાત્રીના એક વાગ્યા સુધી તપાસ કરતા મળી આવ્યો ન હતો. જેથી સગા સંબધીઓને જણાવેલ કે સુનિલ ઘરેથી કહ્યા વગર જતો રહ્યો છે. અને મળતો નથી જેને લઇ તેઓ પણ સુનિલની શોધખોળમાં હતા. દરમ્યાન આજે સવારે સુનીલના પિતાને તેમના સંબધીનો ફેન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે તમારી મોટર સાયકલ પાવાગઢ ડુંગર ઉપર ખાપરા ઝવેરીના મહેલ આગળ રોડની સાઈડમાં પડેલ છે. જેથી સુનીલના પરીવાર જનો સગા સંબધીઓ અને તેના મિત્રો પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા. જે સ્થળે બાઇક મૂક્યું હતું. તેની આજુબાજુ શોધખોળ ચાલુ કરી હતી. ત્યારે ખુનીયા મહાદેવના મંદિરની પાછળ આવેલી ખીણમાં સુનિલના જેવા કપડા જોવા મળતા તેઓ તે તરફ્ નીચે ઉતરી તપાસ કરતા અન્ય કોઈ નહિ પરંતુ સુનિલ જ મરણ ગયેલ હાલતમાં પડયો હતો. અને તેના શરીરના તથા માથાના ભાગે ઈજાઓ થયેલી હતી. જેથી સુનીલના મૃતદેહને બહાર કાઢી હાલોલના રેફરલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.
પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે. પોતાની પત્ની પાસેથી મોબાઇલ મળી આવતા તે મોબાઈલ નો ઉપયોગ કોની સાથે વાતચીત કરવા માટે ક્યાંથી લાવી હશે તેવી અનેક શંકાકુ શંકા ને લઇ મોબાઈલ પર વાતચીત કરવાની નાનકડી બાબત યુવકને લાગી આવતા ખીણમાં કૂદી પડી મોતને ભેટયો હતો.