- ભાજપ પ્રેરિત ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક
- ફેબ્રુઆરીમાં ચૂંટણી બાદ ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી બાકી હતી
- આજે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલમાં આજે ભાજપ પ્રેરિત ચેરમેન, વાઇસ ચેરમેન નિમણુંક થતાં ફરી એકવાર હાલોલ એપીએમસી ખાતે ભગવો લહેરાયો હતો.
હાલોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોદ્દેદારોનો કાર્યકાળ પૂર્ણ થતા 12મી ફેબ્રુઆરીના રોજ 10 ખેડૂત હોદ્દેદારો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. તેમાં ચેરમેન, વાઇસ ચેરમેન ની નિમણુંક પ્રકિયા બાકી હતી. તે આજે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતા ભાજપ દ્વારા મેન્ડેટ ચેરમેન તરીકે વરીયા નારણભાઇ લાલાભાઇ જયારે વાઇસ ચેરમેન તરીકે પરમાર યોગેન્દ્રસિંહજી રૂદ્રદત્તસિંહજીનું નામ ખુલતા આ બંને હોદ્દેદારોસામે અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતા ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બીન હરીફ્ વિજેતા જાહેર કરાયા હતા.