4 કલાક પેહલા
- કૉપી લિંક

અગામી તા.25 બુધવારે હિન્દુ પંચાંગ મુજબ ઉદીત તિથી જેઠ વદ અમાસ ગણાશે.જેનું સાધના માર્ગે વિશેષ મહત્વ રહેલું છે સાથો-સાથ જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્વ રહેલું છે.
સૂર્ય,ચંદ્ર અને ગુરુની ત્રિપુટી જીવનમાં સફળતા અપાવશે જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર સોમવારી કે બુધવારી અમાસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે મિથુન રાશિમાં સૂર્ય,ચંદ્ર,ગુરુની ત્રિપુટી થવાથી જીવનમાં સર્વ પ્રકારની સફળતા મેળવવા માટે દેવાધિદેવ મહાદેવજીને કાચા દુધ સાથે જળાભિષેક કરીને લીલુ નાળિયેર અર્પણ કરવું. સંધ્યા પછી પીપળા નીચે સરસવના તેલ નો દીવો કરીને માવાની મિઠાઇના ચાર કટકા અર્પણ કરીને એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવી.જન્મલગ્નની તમામ પાપ ગ્રહોની શાંતિ માટે કે અશુભ યોગોના નિવારણની પુજા કરી શકાશે. આ દિવસે યોગાનું યોગે ભાગ્યાંક 4 થાય છે જે રાહુ માટે ગણાય છે.({25~06~2025}=(7~06~9)=22={2+2}=4)

અમાસ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતો
- જ્યોતિષમાં અમાસ તિથિને શનિદેવની જન્મ તિથિ માનવામાં આવે છે.
- આ તિથિમાં પિતૃઓના ઉદેશ્યથી કરવામાં આવેલ દાન અક્ષય ફળદાયક હોય છે.
- સોમવાર કે બુધવારે આવતી અમાસને શુભ માનવામાં આવે છે.
- રવિવારે અમાસ હોવું અશુભ મનાય છે.
- આ તિથિએ ભગવાન શિવ અને પાર્વતી દેવીની ખાસ પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- જ્યોતિષમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે એટલે આ તિથિમાં કરવામાં આવતા કામનું ફળ મળતું નથી.
- અમાસ તિથિએ મહત્ત્વપૂર્ણ ખરીદી-વેચાણ અને દરેક પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. આ તિથિએ પૂજા-પાઠનું ખાસ મહત્ત્વ છે.
25 જૂન એ જેઠ માસની અમાસ એટલે કે હલહારિણી અમાસ છે. આ મહિનામાં જો વૃક્ષારોપણ કરવામાં આવે તો વરસાદના કારણે તે છોડ ઉગવાની શક્યતાઓ વધી જાય છે. વર્ષા ઋતુમાં યોગ્ય દેખભાળ સાથે તે છોડ પોતાની જડ જમીનમાં મજબૂત કરી લે છે અને તે પછી તે સરળતાથી વધવા લાગે છે. આ કારણે હલહારિણી અમાસના દિવસે પૂજા-પાઠ સાથે જ ઓછામાં ઓછો એક છોડ ચોક્કસ વાવવો જોઈએ. મોટાભાગે હલહારિણી અમાસ સુધી વરસાદની શરૂઆત થવા લાગે છે, ખેતરોની માટી નવા પાકના બીજ વાવવા માટે તૈયાર થઈ જાય છે. આ કારણે જેઠ મહિનાની અમાસ પછી ખેતીનું કામ શરૂ થઈ જાય છે. હળની પૂજા કરીને ખેતરમાં વાવણીનું કામ શરૂ થાય છે, તે પછી બીજ વાવવામાં આવે છે.
[ad_1]
Source link