Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 22 December 2024, આજના તાજા સમાચાર: પંજાબના માહોલીમાં એક નિર્માણધીન બહુમાળી ઈમારત ધારાશાયી થઇ છે. બિલ્ડિંગ પડી જવાથી 1 વ્યક્તિનું મોત થયું છે. ભારતીય સેના અને એનડીઆરએફ ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. પંજાબના ડીએસપી હરસિરમન સિંહે બલે જણાવ્યું કે, મકાન ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડિંગના માલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
કાશ્મીરનું દાલ તળાવ થીજી ગયું
જમ્મુ કાશ્મીરમાં ભંયકર ઠંડી પડી રહી છે અને તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે. ઘણા સ્થલોએ હિમવર્ષા પણ થઇ રહી છે. ભયંકર ઠંડીના કારણે કાશ્મીરના શ્રીનગરનું પ્રખ્યાત દાલ તળાવ થીજી ગયું છે. તળાવનું પાણી બફર જેવું જામી ગયું છે.