Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો એકદમ જામી ગયો છે. દિવસે ને દિવસે ઠંડીનો ચમકારો વધતો જાય છે. રાજ્યમાં એક દિવસના ઘટાડા બાદ ઠંડીનો પારો ફરી ગગડ્યો હતો. રાજ્યમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં ઠંડીનો પારો ફરી ગગડ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે કચ્છ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.
નલિયામાં ઠંડીનો પારો ગગડી 5.7 ડિગ્રી પહોંચ્યો
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પડી રહેલા બરફના પગલે ગુજરાતમાં પણ ઠંડી વધી રહી છે. ઉત્તરીય ઠંડા પવનો ફૂંકાવવાના કારણે કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે. નલિયામાં એક દિવસના આંશિક તાપમાન વધ્યા બાદ ફરીથી તાપમાન ગગડ્યું હતું. ગુજરાતમાં 5.7 ડિગ્રીથી લઈને 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 5.7 ડિગ્રી લઘુતમ તપામાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસા 12.8 ડિગ્રી રહ્યું હતું.
અમદાવાદમાં બે દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું
ગુજરાતમાં અત્યારે એક તરફ ઠંડી મનમુકીને પડી રહી છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં તાપમાન ઉચકાયું છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું હતું. ગુરુવારે અમદાવાદમાં 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતુ. જે મંગળવારે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં તાપમાન ઉચકાવવા છતાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 31.0 | 14.9 |
ડીસા | 27.9 | 12.8 |
ગાંધીનગર | 29.0 | 14.1 |
વિદ્યાનગર | 28.9 | 14.6 |
વડોદરા | 31.0 | 13.8 |
સુરત | 31.2 | 15.3 |
વલસાડ | – | – |
દમણ | 29.8 | 15.8 |
ભૂજ | 26.8 | 11.2 |
નલિયા | 25.6 | 05.7 |
કંડલા પોર્ટ | 27.3 | 13.6 |
કંડલા એરપોર્ટ | 27.0 | 12.5 |
અમરેલી | 30.2 | 11.7 |
ભાવનગર | 27.8 | 15.4 |
દ્વારકા | 26.4 | 16.2 |
ઓખા | 27.0 | 18.8 |
પોરબંદર | 28.2 | 10.9 |
રાજકોટ | 30.4 | 10.8 |
વેરાવળ | 28.9 | 16.7 |
દીવ | 27.0 | 12.3 |
સુરેન્દ્રનગર | 28.2 | 14.0 |
મહુવા | 30.6 | 13.5 |
કેશોદ | 28.0 | 10.7 |
\
આજે કચ્છ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી
આજે શુક્રવારનો દિવસ કચ્છ અને પોરબંદરના લોકો માટે ભારે સાબિત થઈ શકે છે. કારણ કે આજે આ વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ઠંડા કાતિલ પવનો ફૂંકાવાના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાશે. હજી પણ આગામી દિવસોમાં હાડ થીજવથી ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી હતી.