Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના પગલે ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. ગુજરાતના નલિયા સિવાય મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. જ્યારે અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો હતો. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં એક દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું
અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ભરશિયાળે વરસાદી માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણમાં ઠંડીનો પારો ઉચકાયો છે અને રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો પણ થયો છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે બુધવારે 15 ડિગ્રી હતું. આમ 24 કલાકના સમયમાં અમદાવાદમાં સાડા ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું.
નલિયામાં તાપમાન વઘીને 10 ડિગ્રી નજીક પહોંચ્યું
અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. ચારે બાજુ વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડી ઘટી છે ત્યારે ગુજરાતનું શિમલા ગણાતા નલિયામાં પણ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. નલિયામાં 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં 10.9 ડિગ્રી, ડીસામાં 15.3 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી,કેશોદમાં 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 27.6 | 18.6 |
ડીસા | 25.4 | 15.3 |
ગાંધીનગર | 27.4 | 17.8 |
વિદ્યાનગર | 27.9 | 14.4 |
વડોદરા | 30.6 | 19.0 |
સુરત | 29.8 | 18.4 |
વલસાડ | – | – |
દમણ | 27.8 | 16.8 |
ભૂજ | 23.3 | 10.9 |
નલિયા | 24.0 | 09.8 |
કંડલા પોર્ટ | 23.9 | 14.8 |
કંડલા એરપોર્ટ | 23.6 | 13.9 |
અમરેલી | 00 | 13.6 |
ભાવનગર | 27.0 | 17.0 |
દ્વારકા | 24.8 | 16.4 |
ઓખા | 23.7 | 17.6 |
પોરબંદર | 26.5 | 14.6 |
રાજકોટ | 27.4 | 11.0 |
વેરાવળ | 26.4 | 15.8 |
દીવ | 26.2 | 13.2 |
સુરેન્દ્રનગર | 25.7 | 15.4 |
મહુવા | 29.6 | 15.5 |
કેશોદ | 26.4 | 12.7 |
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હવામાન પ્રમાણે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે માવઠાની શક્યતા છે. રાજ્યના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડવાની શક્યાતાઓ છે.