Gujarat Weather |ગુજરાતમાં ગરમી સાથે વરસાદની આગાહી| Heat and rain forecast in Gujarat

0
10

Gujarat weather rain forecast, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં એક તરફ ઉનાળો આગળ વધી રહ્યો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં ગરમીનો પારો વધવા લાગ્યો છે. જોકે, હવામાન વિભાગે વધુ બે દિવસ વધુ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં વધતી જતી ગરમી

મે મહિનો અડધો થયો છે અને અત્યારે પણ રાજ્યમાં વરસાદની આગાહી થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે હવે અમદાવાદમાં ગરમીનો પારો વધવા લાગ્યો છે. બપોરના સમયે આકાશમાંથી આગ ઝરે છે. જેથી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગરમ પવનો ફૂંકાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ઉનાળા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 15 મે 2025 અને 16 મે 2025ના રોજ રાજ્યના મોટભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરી હતી.

આ ઉપરાંત હવામાન વિભાગે વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. આ વિસ્તારોમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 39.1 28.0
ડીસા 38.4 27.9
ગાંધીનગર 38.6 28.5
વિદ્યાનગર 38.9 28.2
વડોદરા 38.0 27.6
સુરત 36.0 28.0
વલસાડ
દમણ 35.8 27.8
ભૂજ 38.3 26.4
નલિયા 35.2 27.5
કંડલા પોર્ટ 38.0 27.5
કંડલા એરપોર્ટ 40.0 26.8
અમરેલી 38.8 25.2
ભાવનગર 37.4 27.8
દ્વારકા 33.2 28.5
ઓખા 34.0 28.2
પોરબંદર 33.9 26.0
રાજકોટ 40.6 25.2
વેરાવળ 33.0 28.8
દીવ 33.0 26.7
સુરેન્દ્રનગર 40.8 27.2
મહુવા 34.6 26.5
કેશોદ 36.6 25.9

આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતા વહેલું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે, આ વર્ષે તે 4 દિવસ વહેલું, 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ઝડપથી સમગ્ર રાજ્યને આવરી લેશે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here