Gujarat weather updates | aaj nu havaman | આજનું હવામાન

0
5

Gujarat Weather, આજનું હવામાન, ગુજરાત વેધર ન્યૂઝ : ગુજરાતમાં મે મહિનો પુરો થવાના આરે જ છે. ઉનાળો પણ હવે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ભારત તેમજ મુંબઈ સુધી વરસાદ ચાલું થયો છે. ગુજરાતમાં વાતાવરણમાં પણ ફેરફાર થયો છે. જેના પગલે ગરમીમાં થોડી રાહત થઈ છે. જોકે, હજી પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાના થોડા દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં વરસાદ માટે રેડ એલર્ટ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવારે સવારે ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. લોકલ ટ્રેનોની ધીમી ગતિની સાથે, પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક પણ જોવા મળ્યો. આવી સ્થિતિમાં, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવાર 27મી પૂર્વે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

IMD અનુસાર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. શહેર અને ઉપનગરોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે IMD મુંબઈએ આગામી 24 કલાક દરમિયાન મહાનગરના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 39.5 26.8
ડીસા 40.7 29.6
ગાંધીનગર 39.6 26.5
વિદ્યાનગર 40.4 28.8
વડોદરા 38.2 24.0
સુરત 36.6 28.6
વલસાડ
દમણ 34.0 29.4
ભૂજ 40.4 28.6
નલિયા 34.8 29.0
કંડલા પોર્ટ 38.7 29.5
કંડલા એરપોર્ટ 43.0 29.4
અમરેલી 39.9 00
ભાવનગર 38.8 29.3
દ્વારકા 33.2 29.3
ઓખા 35.4 29.8
પોરબંદર 35.8 27.6
રાજકોટ 41.0 26.8
વેરાવળ 33.0 28.9
દીવ 35.4 28.7
સુરેન્દ્રનગર 39.5 24.2
મહુવા 36.8 27.9
કેશોદ 37.0 28.3

આ પણ વાંચોઃ- Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત

વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે તાપમાનના આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. ગુજરાતમાં 33.2 ડિગ્રીથી લઈને 41 ડિગ્રીથી લઈને મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી મહત્તમ તાપમાન રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વરાકમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 39.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here