Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં થોડા દિવસથી ગરમીએ ફરી માથુ ઉચક્યું છે. અત્યારે પણ જોરદાર ગરમી પડવાની શરુ થઈ ગઈ છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગઈ છે. અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ગઈ છે.
41.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે એક તરફ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 38 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 32.4 ડિગ્રીથી લઈને 41.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. વેરાવળમાં 32.4 ડિગ્રીથી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં તાપમાન વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાતો જાય છે ત્યારે અમદાવાદમાં તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 39.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
રાજ્યમાં આજે ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
ઉનાળા વચ્ચે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 39.5 | 29.0 |
ડીસા | 38.3 | 28.5 |
ગાંધીનગર | 38.7 | 28.2 |
વિદ્યાનગર | 38.1 | 28.0 |
વડોદરા | 37.2 | 28.4 |
સુરત | 34.8 | 28.5 |
વલસાડ | – | – |
દમણ | 35.6 | 27.4 |
ભૂજ | 37.9 | 27.4 |
નલિયા | 35.4 | 27.8 |
કંડલા પોર્ટ | 38.2 | 28.9 |
કંડલા એરપોર્ટ | 40.1 | 28.4 |
અમરેલી | 00 | 24.8 |
ભાવનગર | 39.0 | 27.4 |
દ્વારકા | 34.6 | 28.9 |
ઓખા | 34.4 | 28.7 |
પોરબંદર | 34.0 | 27.8 |
રાજકોટ | 40.0 | 26.3 |
વેરાવળ | 32.4 | 29.4 |
દીવ | 33.5 | 28.5 |
સુરેન્દ્રનગર | 41.5 | 29.0 |
મહુવા | 34.2 | 26.3 |
કેશોદ | 36.2 | 26.8 |
આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે આ વર્ષે તે 4 દિવસ વહેલું 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.