રાજકોટના ધોરાજીમાં લગ્ન ગાળો અને રવિવારના કારણે મતદાનમાં નિરસતા જોવા મળી છે.36 બેઠકો માટે કુલ 110 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને ધોરાજીમાં સૌથી વધુ રોડ રસ્તા પાણીના પ્રશ્નો છે.ધોરાજી નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે.
ધોરાજીની આદર્શ સ્કૂલમાં લલિત વસોયાએ કર્યું મતદાન
રાજકોટની ધોરાજીની આદર્શ સ્કૂલમાં લલિત વસોયાએ મતદાન કરીને મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું કે,કોંગ્રેસે અહીં વિકાસ કર્યો છે,સ્થાનિકોના કોઈ પણ પ્રશ્નો અહીંયા નથી,અહીં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન રહ્યું છે અને ભાજપને 6 બેઠક ઉપર અહીં ઉમેદવાર પણ મળ્યા નથી,સાથે સાથે 36એ 36 બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે.
કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર
એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
[ad_1]
Source link