- બંધ પડેલી કારમાં શ્વાસ રૂંધાતા બાળકનું મોત
- 5 વર્ષીય બાળક રમતા રમતા કાર ઘૂસી ગયો હતો
- બાળક કારમાં ગયા બાદ દરવાજો ન ખુલતા મોત
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં બંધ પડેલી કારમાં શ્વાસ રૂંધાતા બાળકનું મોત થયુ છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આ બનાવ બન્યો છે. તેમાં 5 વર્ષીય બાળક રમતા રમતા કાર ઘૂસી ગયો હતો. બાળક કારમાં ગયા બાદ દરવાજો ન ખુલતા મોત થયુ હતુ.
બંધ પડેલ કારમાં બાળકનું ગુગળામણથી મોત થયુ
બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ ગણેશપુરા વિસ્તારમાં બંધ પડેલ કારમાં બાળકનું ગુગળામણથી મોત થયુ છે. બે વર્ષથી બંધ પડેલી કારમાં પાંચ વર્ષનો બાળક રમતો રમતો ઘૂસી ગયો હતો. જેમાં બે કલાકથી વધુ સમય સુધી બંધ કારમાં શ્વાસ રૂંધાતા બાળકનું મોત થયુ છે. બાળક કારમાં ગયા બાદ દરવાજો ન ખુલતા બાળકનો શ્વાસ રૂંધાયો હતો. જેમાં સ્થાનિકોની નજર પડતા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.ત્યારે બાળકના મોતથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન હાથ ધરાયુ હતુ
અગાઉ સુરતમાં 6 વર્ષનો માસૂસ મોબાઈલ જોઈ રહ્યો હતો તે સમયે તેના હાથમાં સિક્કો હતો જે રમતા રમતા મોમાં નાખતો હતો ત્યારે અચાનક જ સિક્કો મોંમાંથી સીધો તેના ગળામાં ઉતરી ગયો હતો. જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેમાં બાળકના ફેફસા વચ્ચેની નળીમાં સિક્કો અટકી ગયો હતો, ત્યારે પરિવારને જાણ થતા જ માસૂમને લઈને માતા પિતા હોસ્પિટલ પહોચ્યાં હતા. બાળકની હાલત ગંભીર હતી ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.