ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે. તેમની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ બંને બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. કડીમાં ડોક્ટર ગિરીશ કાપડિયા અને વિસાવદર બેઠક પર કિશોરભાઈ કાનગડને ટીકિટ આપવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશ ચાવડા નક્કી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
હવે ત્રિપાંખિયો નહીં પણ ચોપાંખિયો જંગ જામવાનો છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે કડી અને વિસાવદરમાં હવે ત્રિપાંખિયો નહીં પણ ચોપાંખિયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી સહિત હવે શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ મેદાનમાં ઉતરી ગઈ છે. હવે આ બેઠકો પર કોણ જીતશે એની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શંકરસિંહની પાર્ટીના બંને ઉમેદવારો કોના મત બગાડશે એની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કડીમાં ડોક્ટર ગિરીશ કાપડિયા અને વિસાવદર બેઠક પર કિશોરભાઈ કાનગડને ટીકિટ મળતાં ભાજપ અને કોંગ્રેસમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
હવે ધુરંધરો મેદાનમાં હોવાથી કોના મત કપાશે?
બીજી તરફ કડી બેઠક પર રમેશ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી શકે છે. અગાઉ રમેશ ચાવડા કોંગ્રેસમાંથી ભાજપના ઉમેદવાર અને અભિનેતા હિતુ કનોડિયા સામે જીત્યા હતાં. ત્યાર બાદ તેઓ ભાજપના સ્વ. ધારાસભ્ય કરસન સોલંકી સામે હાર્યા હતાં. પરંતુ હવે પેટા ચૂંટણીમાં પણ તેમનું નામ કોંગ્રેસમાંથી નિશ્ચિત હોવાનું જાણવા મળ્યું છે. સત્તાવાર રીતે કોંગ્રેસે હજી રમેશ ચાવડાનું નામ જાહેર કર્યું નથી. બંને બેઠકો પર હવે ધુરંધરો મેદાનમાં હોવાથી કોના મત કપાશે તે જોવું રહ્યું.
[ad_1]
Source link