સુરેન્દ્રનગર જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે જૂન મહિનાના ખાંડ તથા મીઠાના વિતરણની મર્યાદા તા. પ જૂન સુધી લંબાવવામાં આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા અનુરોધ કરતાં જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ તમામ રેશનકાર્ડ ધારકોને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત મે-૨૦૨૫ માસમાં મે અને જુન-૨૦૨૫ માસનો ઘઉં તથા ચોખાનો જથ્થો તથા રાજયસરકાર તરફથી વિતરણ કરવામાં આવતા મે માસના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ મે માસમાં કરવામાં આવ્યું હતું.
અનાજનો લાભ આપવા માટે રાજય સરકાર કટીબધ્ધ
જુન મહિનાનું વિતરણ તા.૩૧/૦૫/૨૫ સુધીમાં કરવાનું હતું, જેની સમય મર્યાદા તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી વધારવામાં આવી છે. જિલ્લાના રેશનકાર્ડ ધારકો VCE, મામલતદાર, સસ્તા અનાજની દુકાને પણ e-KYC કરાવી શકે છે. જિલ્લામાં હાલ ૮૮.૯% e-KYC કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકી રહેતા NFSA લાભાર્થીઓને વહેલીતકે e-KYC કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીએ તાકીદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકાર કટીબધ્ધ છે.
[ad_1]
Source link

