ગુજરાતમાં આગામી 19 જૂને કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર આરંભી દીધો છે. બંને મુખ્ય પક્ષોએ નેતાઓની ફોજ ઉતારી દીધી છે. ત્યારે કડીના જયદેવપુરા ગામે આ પેટાચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
ગટરના પાણી ખેતરોમાં ભરાય છે
સ્થાનિકોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ગટરના ગંદા પાણી ખેતરમાં ઘૂસી જાય છે. કડી કલ્યાણપુર રોડ પરની ફેક્ટરીઓના કારણે ગટરના પાણી ખેતરોમાં ભરાય છે.ખેતરોમાં ગટરના પાણી ભરાઈ જવાથી પાક નિષ્ફળ જાય છે. ખેડૂતોએ આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છે.પરંતુ તેમના પ્રશ્નોનો નિકાલ નહીં થતાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રિસર્વેની માપણી થયા બાદ માપણી કરી કામ એફએલઆર ઓફિસમાં પેન્ડિંગ પડ્યું હોવાનો પણ આરોપ લગાવાયો છે.
ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે
કડી અને કલ્યાણપુર રોડ પર સ્થિત ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતું પાણી ખેતરોમાં ભરાઈ જવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જતો હોવાની અનેક રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. 200 ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને સરકાર દ્વારા કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.
[ad_1]
Source link