Ojas GSSSB Bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ITI પાસે ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આવા ઉમેદવારો માટે સરકારી નોકરીનો દરવાજો ખોલ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધીક્ષક ઈજનેર (વિદ્યત), ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ-3ની કૂલ 66 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વાયરમેન વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB) |
વિભાગ | માર્ગ અને મકાત વિભાગ |
પોસ્ટ | વાયરમેન, વર્ગ-3 |
જગ્યા | 66 |
વય મર્યાદા | 18 વર્ષથી 33 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25-6-2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધીક્ષક ઈજનેર (વિદ્યત), ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ-3ની કૂલ 66 જગ્યાઓ ભરવાની છે. જેની કેટેગરી પ્રમાણેની જગ્યાઓ વિશે કોષ્ટકમાં માહિતી આપેલી છે.
કેટેગરી | જગ્યા |
બિન અનામત | 22 |
આર્થિક રીતે નબળા | 6 |
અનુ.જાતિ | 3 |
અનુ.જન જાતિ | 21 |
કુલ | 66 |
GSSSB ભરતી 2025, શૈક્ષણિક લાયકાત
- સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રમાણપત્ર કોર્ષ
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- સીધી પસંદગી દ્વારા નિયુક્ત થયેલા ઉમેદવારે નિમણૂક સમયે ગુજરાત સરકારના સેક્રેટરી લાઇસન્સિંગ બોર્ડ ઓફ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નોંધણી કરાવવી પડશે.
ઓજસ નવી ભરતી: વય મર્યાદા
- અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવાની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો, 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરાશે.
- સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વાયરમેન વર્ગ-3 માટે પગાર ધોરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000 રૂપિયા ફીક્સ પગાર મળશે. ત્યારબાદ સંતોષ કારક કામગીરી બાદ ઉમેદવારને સાતમાન પગાર પંચના (લેવલ-2) ₹19,900- ₹63,200ના પગાર ધોરણમાં નિમણૂક મેળવવાને પાત્ર થશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
[ad_1]
Source link