GPSC Recruitment Calendar 2025: સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે. તેવી માહિતી GPSCના ચેરમેન હસમુખ પટેલે આપી છે.
GPSCના ચેરમેન હસમુખ પટેલે ‘X’ પર લખ્યું કે, ‘GPSC વિભાગો સાથે પરામર્શ કરી રહી છે તે પૂર્ણ થતા જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.’ હસમુખ પટેલે અન્ય એક ટ્વિટ કરીને લખ્યું કે, ‘GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બાટલી ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.’
આ પણ વાંચો: સુરતની VNSGUમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ, કેટલાકે તો MBBS, વકીલાતની ડિગ્રી મેળવી
GPSC દ્વારા આ અંગેની માહિતી આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર અથવા સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIAL પર મળતી રહેશે.