GPSC પરીક્ષા અંગે મોટા સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા | Big news about GPSC: Exam will not be held due to Panchayat voting on February 16th

HomeGandhinagarGPSC પરીક્ષા અંગે મોટા સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

GPSC Exam Latest Update : જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ(જીપીએસસી)ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ‘X’ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી જીપીએસસીની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે. 

વહેલી તકે તારીખ જાહેર કરવામાં આવશે

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન હોય જાહેરાત ક્રમ 82/2024-25, Medical Officer,Various Subject Tutors, Insurance Medical Officer-Allopathy,વર્ગ-2ની પ્રાથમિક પરીક્ષા 16 ફેબ્રુઆરીના બદલે 23/02/2025  અથવા 02/03/2025ના રોજ યોજવામાં આવશે.વહેલી તકે તારીખ જાહેર કરવામાં આવશે.

પરીક્ષકોને મળશે બમણું મહેનતાણું

બે દિવસ પહેલાં 21 જાન્યુઆરીએ હસમુખ પટેલે પરીક્ષકના મહેનતાણા વિશે માહિતી આપતાં લખ્યું કે, ‘નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે. આ કામ કરવાની ઇચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.’

ઇન્ટરવ્યૂ આપવા આવતાં ઉમેદવારો માટે ખાસ સુવિધા

ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારો માટે પણ GPSC દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે. જે વિશે માહિતી આપતાં હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ‘આયોગમાં ઇન્ટરવ્યૂ આપવા આવનારા ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળ તેમજ બપોરનું જમવાનું આપવામાં આવશે.’



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon