GPSCના ત્રણ મોટા નિર્ણયઃ ઈન્ટરવ્યૂમાં નાસ્તો-ભોજન, અભ્યાસના છેલ્લા વર્ષે પણ અરજી કરી શકાશે | gpsc new announcement for candidate and Examiner

HomeGandhinagarGPSCના ત્રણ મોટા નિર્ણયઃ ઈન્ટરવ્યૂમાં નાસ્તો-ભોજન, અભ્યાસના છેલ્લા વર્ષે પણ અરજી કરી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

GPSC Latest Announcement: GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. જેમાં ન ફક્ત ઉમેદવારો પરંતુ પરીક્ષકો માટે પણ ખાસ સુવિધાઓ કરવામાં આવી છે.

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મહિલા ઉમેદવારો મોટી જાહેરાત કરી છે. આયોગના પ્રમુખે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, ‘છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકશે, તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગ દ્વારા લેવાયો છે.’

પરીક્ષકોને મળશે બમણું મહેનતાણું

આ સિવાય પરીક્ષક માટે પણ ખુશીના સમાચાર છે. હસમુખ પટેલે પરીક્ષકના મહેનતાણા વિશે માહિતી આપતા લખ્યું કે, ‘નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે. આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.’

ઈન્ટરવ્યૂ આપવા આવતા ઉમેદવારો માટે ખાસ સુવિધા

નોંધનીય છે કે, ઈન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારો માટે પણ GPSC દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે. જે વિશે માહિતી આપતાં હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ‘આયોગમાં ઈન્ટરવ્યૂ આપવા આવનારા ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તેમજ બપોરનું જમવાનું આપવામાં આવશે.’



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon