ગૂગલે પોતાના આઈકોનિક ‘G’ લોગોને લગભગ10 વર્ષ બાદ ફરીથી અપટેડ કર્યો છે. વર્ષ 2015માં ગૂગલે પોતાના ક્લાસિક લોગોને મોડર્ન ટાઇપફેસ ‘Product Sans’માં બદલ્યો હતો. હવે 2025 માં કંપનીએ તેમાં એક નવો વિઝ્યુઅલ ટ્વીસ્ટ એડ્ડ કર્યો છે. તમને જણાવી દઈએ કે, જે ‘G’ આઈકોનનો ઉપયોગ થતો હતો તેમાં ચાર રંગ લાલ, પીળો, લીલો અને વાદળી અલગ-અલગ ભાગમાં હતા. પરંતુ હવે આ નવો લોગો ચાર રંગો વચ્ચે સ્મૂથ ગ્રેડિએંટ ટ્રાંઝિશન સાથે આવ્યો છે. જેમાં લાલથી પીળો, પીળાથી લીલો અને લીલાથી વાદળી સુધીના રંગ એકબીજામાં ભળી જાય છે. જેથી આઈકોન પહેલાથી વધુ વાઈબ્રન્ટ અને મોડર્ન લાગે છે.
કયા યુઝર્સને આ નવો લોગો દેખાઈ રહ્યો છે?
- iOS પર Google Search એપના લેટેસ્ટ અપડેટમાં આ નવો ‘G’ આઈકોન પહેલાથી જ લાઇવ થઈ ગયો છે.
- Android પર Android યુઝર્સને આ આઈકોન Google Appના બીટા વર્ઝન 16.18 માં દેખાઈ રહ્યો છે.
- Pixel ડિવાઈસ પર નવો લોગો Pixel ફોન પર પણ સ્પોટ કરાયો છે.
બાકી Google પ્રોડક્ટ્સમાં બદલાવ?
હાલમાં Google એ પોતાના મુખ્ય Google વર્ડમાર્કમાં કોઈ ફેરબદલ કર્યો નથી. Chrome, Maps જેવા અન્ય પ્રોડક્ટ આઈકોન્સને લઈને પણ હાલમાં કોઈ આધિકારિક પુષ્ટી થઈ નથી.
આ પણ વાંચો: સુરક્ષિત અને સારા ડ્રાઇવર બનવું હોય તો આ 10 વાતોનું ખાસ ધ્યાન રાખો
આ કારણે લોગોમાં ફેરબદલ થયો?
Google Gemini ના લોન્ચ અને AI પર વધતા ફોકસને જોતા નવો ‘G’ લોગો તે દિશામાં જ એક નવું પગલું છે. જેમીનીનો લોગો પણ પહેલાથી જ બ્લૂ-ટૂ-પર્પલ ગ્રેંડિએંટમાં આવે છે. આથી સ્પષ્ટ છે કે Google હવે પોતાની બ્રાન્ડને માત્ર ટેક્નોલોજી નહીં પરંતુ વિઝ્યુઅલી પણ સ્માર્ટ અને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યું છે. આગામી કેટલાક અઠવાડિયામાં ગૂગલના નવા ‘G’ લોગોના અન્ય ડિવાઇસ અને પ્લેટફોર્મ પર પણ રોલઆઉટ થવાની આશા છે.