સૌરાષ્ટ્રનું અગ્રીમ તેમજ ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની મબલખ આવક નોંધાતી હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોને પણ પોતાની જણસીનો સારો ભાવ મળી રહે તેને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. ત્યારે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગરીબોની કસ્તુરી ડુંગળીની પુષ્કળ આવક થવા પામી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ
- ડુંગળીની 55થી 60 હજાર કટ્ટાની આવક નોંધાઈ
- હરાજીમાં 20 કિલોના ભાવ 400થી 1000 સુધીના બોલાયા
- અન્ય જાહેરાત ન કરાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરાઈ
ગુજરાતનું નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળી અને લસણની આવક જોવા મળી હતી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ડુંગળીની 55થી 60 હજાર કટ્ટાની આવક નોંધાઈ છે. હરાજીમાં 20 કિલોના ભાવ 400થી 1000 સુધીના બોલાયા છે. અન્ય જાહેરાત ન કરાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરાઈ છે. ડુંગળીની હરાજીમાં ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ છે. યાર્ડમાં આશરે ડુંગળીની 55 થી 60 હજાર કટ્ટાની આવક નોંધાઈ છે. હરાજીમાં 20 કિલોના ભાવ રૂ. 400 થી રૂ. 1000 સુધીના બોલાયા હતા. યાર્ડમાં ડુંગળીની ખરીદી માટે રાજ્સ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યના વેપારીઓ આવી પહોચ્યા હતા અને યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવી પહોંચ્યા છે.