Gondal : BJP MLA પુત્ર ગણેશ સહિત 8જેલહવાલે, હવે તપાસ SIT કરશે

HomeGondalGondal : BJP MLA પુત્ર ગણેશ સહિત 8જેલહવાલે, હવે તપાસ SIT કરશે

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • કોટડા સાંગાણીના હડમતાળાની સીમમાં આવ્યાને બધા દબોચાયા
  • અપહરણ, હત્યાની કોશિશમાં હજુ વધુ ઈસમોની સંડોવણીની આશંકા
  • સ્થળ પરથી પોલીસે એક કાળા કલરની થાર અને ફોર્ચ્યુંનર ગાડી, બે મોબાઈલ કબજે કર્યા

જૂનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરીને હત્યા કરવાની કોશિષ કર્યાના ગુનામાં પાંચ દિવસથી ફરાર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના 7 સાગરીતોને જૂનાગઢ પોલીસે બાતમીના આધારે કોટડા સાંગાણીના હડમતાળા (અરડોઈ)ની સીમમાં આવેલ ભગીરથસિંહ ભરતસિંહની વાડીમાંથી ગઈકાલે ઝડપી લીધા બાદ આજે સાત દિવસના રિમાન્ડની માંગ સાથે તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ ના મંજુર કરીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. સીટની રચના કરવામાં આવી છે.

ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષ, અપહરણ, રાયોટિંગ, એટ્રોસિટી સહિતની કલમો અન્વયે દાખલ થયેલ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે વાહનોના નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી હતી, અને સંજયનું અપહરણ કરનાર જસદણના ત્રણ આરોપીની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ કરવામાં આવી હતી.

જેના આધારે અન્ય વાહનોની ઓળખ અને ટેકનીકલ સોર્સ, હ્યુમન સોર્સની બાતમીના આધારે ગણેશ સહિતના આરોપીઓ કોટડા સાંગાણીના હડમતાળાની સીમમાં આવવાની હકીકત મળતા એલસીબી પીએસઆઈ ડી.કે.ઝાલા, એ ડિવીઝન પી.આઈ. વત્સલ સાવજ સહિતની બે ટીમ જે છેલ્લા પાંચ દિવસથી ગોંડલ મુકામે વોચમાં હતી, તે બે ટીમોએ હડમતાળા (અરડોઈ) ની સીમમાં આવેલ ભગીરથસિંહ ભરતસિંહની વાડીમાંથી ગણેશ સહિતના કુલ 8 આરોપીને ઝડપી અટક કરવામાં આવ્યા હતા.

સ્થળ પરથી પોલીસે એક કાળા કલરની થાર અને ફોર્ચ્યુંનર ગાડી, બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. આંઠેય આરોપીઓની રાતે ધરપકડ કરીને આજે બપોરે ગણેશ સહિતના આરોપીનું સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવીને સાંજે 4.30 કલાકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તમામના સાત દિવસના રિમાન્ડની માંગ સાથે અત્રેની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

રિમાન્ડ દરમ્યાન આરોપીઓ બનાવ પછી ક્યાં ક્યાં રોકાયા હતા, કોણે-કોણે આશરો આપ્યો હતો. અને ફરીયાદમાં દર્શાવેલ હથિયારો કબજે કરવા તપાસ કરવામાં આવશે. સાથે આ કેસમાં ટેકનીકલ સર્વેલન્સના આધારે વધુને વધુ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરીને આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે એસપી દ્વારા સીટની રચના કરવામાં આવી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon