- દર્દીને સ્ટ્રેચરમાં લઇ જવાને બદલે બાઇક પર લવાયો
- અજાણ્યા શખ્સની હરકતથી લોકોના જીવ તાળવે ચોટ્યા
- સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
રાજકોટની ગોંડલ સિવિલ હોસ્પિટલમાં અનોખી ઘટના બની છે. જેમાં ઇમરજન્સી વિભાગમાં બાઇક પર દર્દીને લઇ એક શખ્સ આવ્યો હતો. તેમાં દર્દીને સ્ટ્રેચરમાં લઇ જવાને બદલે બાઇક પર લઇ જવાયો હતો. અજાણ્યા શખ્સની હરકતથી લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જેમાં સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
ઈમરજન્સી વિભાગમાં બાઈક ઘૂસી આવ્યું હોવાની ચકચારી ઘટના
ગોંડલ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં બાઈક ઘૂસી આવ્યું હોવાની ચકચારી ઘટના બની છે. જેમાં હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલ ચાલકે પોતાનું બાઈક ઈમરજન્સી વિભાગમાં ચડાવ્યું હતુ. બાઈક ચાલકની પાછળ બેસેલ દર્દીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમાં દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઈક જ ઈમરજન્સી વિભાગમાં પહોંચાડ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ઘટનાના cctv ફૂટેજ સામે આવ્યા છે.
બાઈક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દી હતા
બાઈક ચાલકે બાઈક ઈમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોટયા છે. ઈમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ અન્ય દર્દીનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. હાલ cctv ફૂટેજનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ અજાણ્યા બાઈક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દી હોવાની પણ વિગતો સામે આવી છે. 3 ઈડિયટ્સ મુવીના એક સીન જેવો આ વીડિયો છે તેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઇને સ્કુટી સાથે આવે છે. એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઈક લઈ આવે છે. જેમાં ઇમર્જન્સી હોય તો પણ આ રીતે બાઇક પર આવી અન્ય દર્દીઓ માટે જોખમ ઉભુ કરી થઇ શકે છે તેવુ લોકો વીડિયો જોઇ ચર્ચા કરી રહ્યાં છે.