ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને ત્રણ શખ્સે ધોકા વડે માર માર્યાની ઘટનામાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 19 માર્ચે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઇ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. એ બાદ ગતરાત્રિના જેલ ચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું.અને આરોપીઓનો વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી છે.
જાણો શું કહ્યું આગેવાનોએ
આ સમગ્ર ઘટનામાં પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે,આરોપીઓનો વરઘોડા કાઢવામાં આવે અને જો આ વાતનું શનિવાર સુધી નિરાકરણ ન આવે તો ગોંડલ બંધનું એલાન આપવામાં આવશે,સગીર પર હુમલાને લઈ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે,પોલીસ સામે પાટીદાર અગ્રણી રાજેશ સખીયાએ પ્રહાર કરતા કહ્યું કે,ગોંડલમાં પોલીસવાળા જ મોટા આરોપીઓ છે.ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપી સામે કાર્યવાહીની માગ ઉઠી છે.
ગોંડલમાં 17 વર્ષીય સગીરને માર મારવાનો કેસ
આ સમગ્ર કેસમાં સામ-સામે ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદીના દીકરાની જાતીય સતામણીને ળઈ વિવાદ વધ્યો હતો અને સગીરને માર મારવામાં આવ્યો હતો.તો મહત્વની વાત તો એ છે કે,સગીર દીકરાના ગુપ્તાંગ ખેંચી સતામણી કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે.જેલચોક પટેલ વાડી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. મિટિંગમાં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે છેલ્લે સુધી લડી લઈશું, પીછેહઠ કરવામાં આવશે નહિ, ગાંધીનગર સુધી જવાની લડત આપીશું. વધુમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી સરભરા કરવા માગ કરાઇ હતી.
ભાજપના નેતા વરૂણ પટેલે કર્યો કટાક્ષ
આ સમગ્ર મામલે ભાજપના નેતા વરૂણ પટેલે કટાક્ષ કર્યો છે,અને તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે,પટેલ વોટ આપે પછી નોટ આપે અને પછી માર ખાય, અને પોલીસ એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જળવાઈ રહે તેના માટે પ્રવક્તા બને, ગુજરાતનાં અમુક વિસ્તારમાં અલગ પ્રકારની લોકશાહી? કે ઠોકશાહી? તેમજ ગુજરાતનાં ડીજીપી અને સીએમઓને પણ ટેગ કર્યા છે.