ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં ગોંડલ બંધનું એલાન તો પાછુ ખેંચાયું હતુ સાથે સાથે આજે પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી જેમાં આગેવાનોની હાજરીમાં સમાધાનનો દાવો કરવામાં આવ્યો હતો, આ બેઠકમાં બંને પક્ષના ફરિયાદી હાજર રહયાં હતા અને છડે ચોક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી મીડિયાને આપી હતી.
પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાનું નિવેદન
આ સમગ્ર મામલે જયરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે,ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે,આવી બધી વાતોમાં પડતા નહી, નહીતર બધાએ સાથે મળીને જવાબ આપવો પડશે.
ગણેશ જાડેજાનું નિવેદન
આ બેઠકમાં ગણેશ જાડેજા પણ હાજર રહ્યાં હતા અને તેમનું કહેવું છે કે,કેટલાક લોકો ગોંડલને મિર્ઝાપુર ગણે છે પરંતુ આ ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે,ગોંડલમાં સમાજના વાડા નથી.
પીડિત સગીરના પિતા સમીર સાટોડિયાનું નિવેદન
જે પાટીદાર યુવકને માર મારવામાં આવ્યો હતો તેમનું કહેવું છે કે,અમારે કોઇ જાતિ-સમાજનો ઝગડો ન હતો અને વાત અહીંયા પૂર્ણ થાય છે.
પાટીદાર સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા ગોંડલમાં
બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પણ ગોંડલમાં બેઠક કરવામાં આવી હતી. દરબાર વાડી ખાતે ક્ષત્રિય સમાજના તરૂણના સમર્થનમાં સર્વે સમાજની મિટિંગ યોજવામાં આવી હતી અને ત્યારબાદ સર્વે સમાજ સાથે મળી પગપાળા ચાલી તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલકેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આ ઘટનાને વખોડી કાઢી છું.
[ad_1]
Source link