ગોંડલ નાગરિક બેન્કની બહુચર્ચિત ચૂંટણીમાં માત્ર 18.28 ટકા મતદાન થયા બાદ સત્તાધારી ભાજપ સમર્પિત પેનલનો વિજય થયો છે. આ ચૂંટણીમાં જેલમાંથી ચૂંટણી જીતવાની સહકારી ક્ષેત્રની પ્રથમ ઘટના ધારાસભ્યના પૂત્ર ગણેશ જાડેજાના નામે નોંધાઈ છે.
સમગ્ર ગુજરાત ની જેના પર મીટ મંડાઇ હતી તેવી ગોંડલ ની નાગરિક બેંક ની ચૂંટણીની મતગણતરી રાત્રીનાં 8:30 કલાકે શરુ થઈ હતી.મત ગણતરીની શરૂઆતથીજ ભાજપ પ્રેરીત પેનલનાં તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા.વહેલી સવારે પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો.સૌથી વધુ મત ચેરમેન અશોકભાઈ પીપળીયા મળ્યા છે.અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર 195 મત મળતા તેમણે ડિપોઝિટ ગુમાવી છે.
ગત ચૂંટણીમાં 9500 મતદારો હતા. આ વખતે 10696 મતદારોએ મતદાન કર્યુ હતુ.આ ચૂંટણીમાં 1106 મતનો વધારો થયો છે. આ વખતે 18.28 ટકા મતદાન થયુ હતુ. મતગણતરીને લઈને કડવા પટેલ સમાજમાં 30 બૂથ ઊભા કરાયા હતા. ચૂંટણી અધીકારી જે.બી.કાલરીયાનાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકનાં 55 કર્મચારીઓ, 90 શિક્ષકો તથા 30 માર્કેટ યાર્ડનાં કર્મચારીઓને કામે લગાડયા હતા. ચૂંટણી ઉતેજનાત્મ બની રહી હોય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એક ડીવાયએસપી,બે પીઆઇ, અગીયાર પીએસઆઇ, 180 પો.કોન્સ્ટેબલ, એલસીબી, એસઓજી તથા હોમગાર્ડ સહિતનો બંદોબસ્તગોઠવાયો હતો. જીલ્લા પોલીસ વડા રાઠોડે પણ મતદાન મથકની મુલાકાત લીધી હતી.એકંદરે શાંતીપુર્ણ ચુંટણી યોજાઇ હતી.